50 વર્ષની ઉંમરે શરૂ કર્યો બિઝનેસ, હવે કરોડોની માલિકણ બની ગઇ આ બિઝનેસ મોમ

મન હોય તો માળવે જવાય, આ કહેવતને યથાર્થ કરતો કિસ્સો સામે આવ્યો છે. જીવનની શરૂઆત થાય ત્યારે સામાન્ય રીતે માણસો ભણે અને જીવનમાં આગળ વધે પરંતુ ઘણી મહિલાઓને પોતાનું કંઇક કરવા માટે છૂટ મળતી નથી અને બાદમાં તે પરિવાર પાછળ જીવન ખર્ચી નાંખે છે.

નિશા ગુપ્તા અને ગુડ્ડી નામની બે મોમ કે જેમણે 50 વર્ષની ઉંમરમાં બિઝનેસ શરૂ કર્યો હતો. હાલમાં તેમનો આ બિઝનેસ 2 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

ગિફ્ટ આઇટમનો બિઝનેસ



નિશા ગુપ્તા ગ્રેજ્યુએટ છે અને તે એક ઉદ્યમી પરિવારમાંથી આવે છે જેના કારણે તેણે સાહસ કર્યુ અને ઘરેલૂ સામાન તેમજ ગિફ્ટ શોપ શરૂ કરી હતી. પરંતુ ગુડ્ડી નામની મહિલા માત્ર 5 ધોરણ જ ભણી અને તેણે નીશા સાથે કામ શરૂ કર્યુ હતુ.

ગુડ્ડીએ નિશા સાથે મળીને બિઝનેસ શરૂ કર્યો. 2017માં ગીક મંકી કરીને ઓનલાઇન ગિફ્ટીંગ પ્લેટફોર્મ શરૂ કર્યુ. ઓનલાઇન માર્કેટમાં તેમણે પગ મૂક્યો અને લોકોને ટક્કર આપી. બજારમાં છવાઇ જવા માટે તેમણે માત્ર એટલુ વિચારવાનુ હતુ કે તેમની ગિફ્ટ શોપ બીજી શોપ કરતા કેવી રીતે અલગ હોય. જેથી તેમણે વિચાર્યુ અને અમલમાં પણ મૂક્યો હતો.



તેમણે પોતાની ગિફ્ટ શોપમાં એવી આઇટમ મૂકી જેમાં હસ્તશિલ્પ કલાકારો પાસેથી સીધી લીધી હોય. જે અન્ય સાઇટ પર ઉપલબ્ધ ન હોય. ધીરે ધીરે તેમનો બિઝનેસ વધતો ગયો અને સફળ થયા હતા. તેમની ગિફ્ટશોપમાં 99 રૂપિયાથી લઇને 13000 રૂપિયાની ગિફ્ટ ઉપલબ્ધ છે.