તમે રોજબરોજ અવનવા કિસ્સા સાંભળતા હશો જે વિચિત્ર હોય છે. વિચિત્ર કિસ્સા જાણીને તમને પણ નવાઇ લાગતી હશે કે આવું તે કંઇ હોતું હશે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ ડોલ્ફિન સાથે સેક્સ કર્યું હોવાનો દાવો કર્યો છે.
મહિલા હાલ તો વૃદ્ધ થઇ ગઇ છે પરંતુ તેણે આવો ભયાનક દાવો કરતાં લોકો પણ વિચારમાં પડી ગયા છે. તેણે કહ્યું કે તે ડોલ્ફીન સાથે રિલેશનશીપમાં હતી જે બાદ બંને વચ્ચે સંબંધ બંધાયો હતો.
એક વૃદ્ધ મહિલાએ કર્યો દાવો
એક મહિલાએ સોશ્યલ મિડીયા પર દાવો કર્યો છે કે તેણે ડોલ્ફિન સાથે સેક્સ કર્યુ હતુ જ્યારે તે જવાન હતી. આ વાત જાણીને તમારા હોશ ઉડી ગયા હશે પરંતુ આ ચોંકાવનારી ઘટનાનો ખુલાસો 79 વર્ષીય માર્ગેટે કર્યો છે.
20 વર્ષની ઉંમરમાં ડોલ્ફિન સાથે સેક્સ
માર્ગેટ કહે છે કે 20 વર્ષની ઉંમરમાં 1960માં નાસાના એક પ્રોજેક્ટ માટે માર્ગેટને પણ સામેલ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ ડોલ્ફીનને વાત કરવાની કળા શીખવાડીને તેમની સાથે કમ્યૂનિકેશન સ્થાપિત કરવાનું હતુ જેથી વધુમાં વધુ જાણકારી મળી શકે. બાદમાં સાઇન્ટિસ્ટ સાથે કેરિબિયાઇ આઇલેન્ડ થોમસ પહોંચી ગઇ હતી.
3 ડોલ્ફિન સાથે પ્રોજેક્ટ
માર્ગેટના જણાવ્યા અનુસાર ત્યાં 3 ડોલ્ફિન હતી, જેમાં 2 માદા અને એક નર. નર ડોલ્ફીનનું નામ પીટર હતું જ્યારે માદા ડોલ્ફીનનું નામ પેમેલા અને સીસી હતું. આ એક્સપ્રીમેન્ટ દરમિયાન માર્ગેટ અને પીટરમાં સારા સંબંધ સ્થાપિત થઇ ગયા હતા. પીટર ગુસ્સે થઇ જતો હતો જ્યારે માર્ગેટ અન્ય ડોલ્ફીન સાથે સમય વ્યતિત કરતી હતી. તે પીટરને અંગ્રેજી શબ્દો શીખવાડતી હતી. બંને વચ્ચે આ બોન્ડીંગ પ્રેમમાં બદલાઇ ગયો હતો. તે દરમિયાન બંને વચ્ચે સેક્સ થયુ પરંતુ આ સંબંધ વધારે ન ચાલ્યો અને નાસાએ માર્ગેટને ઘરે પરત મોકલી દીધી હતી.
પીટર બ્રેકઅપ સહન ન કરી શક્યો
ડોલ્ફીન પીટર બ્રેક અપનું દર્દ સહન ન કરી શક્યો. રિપોર્ટ અનુસાર પીટરે માર્ગેટના ગયા બાદ આત્મહત્યા કરી લીધી હતી. ડોલ્ફીનને થોડા થોડા સમયે પાણીની સપાટી પર શ્વાસ લેવા માટે આવવું પડે છે પરંતુ પીટર ઉપર આવ્યો જ નહી અને પાણીની અંદર તેનું મોત થઇ ગયું.