15 વર્ષની ઉંમરમાં જ દિલ દઈ બેઠી હતી કરીના કપૂર, માતાને જાણ થતાં જ કર્યું…

સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન આજે તેનો 41મો જન્મદિવસ મનાવી રહી છે. કરીના કપૂર ખાન હંમેશા પોતાની અનોખી સ્ટાઈલથી ચર્ચામાં છવાયેલી રહે છે. કરીનાએ બોલિવૂડમાં લગભગ બે દસકા પૂરા કર્યા છે. ફિલ્મોમાં કરીનાનો ડંકો વાગે છે અને દબદબો આજે પણ એવોને એવો જ રહ્યો છે. તે પોતાનું કામ પણ કરી લે છે અને પરિવારને પણ સંભાળી શકે છે.

પરંતુ એક સમય એવો હતો જ્યારે કરીના ખૂબ જ તોફાની અને નટખટ હતી. બાળપણથી કરીના કપૂર અને કરિશ્મા કપૂરનો ઉછેર તેમની મા બબીતાએ ખૂબ લાડકોડથી કર્યો હતો. પણ જ્યારે કોઈ ભૂલ કરે તો તેની માતા ભૂલો માટે સજા પણ કરતી હતી. કરીનાથી એકવાર એવી ભૂલ થઈ ગઈ હતી કે તેની માએ તેને દહેરાદૂનની એક બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધી હતી. આ કિસ્સો ખુદ કરીનાએ એક ઇન્ટરવ્યૂ માં કહ્યો હતો.


15 વર્ષની ઉમ્મરે થયો હતો પહેલો પ્રેમ

કરીના માત્ર 15 વર્ષની હતી ત્યારે જ તેણે એક છોકરાને પોતાનું દિલ દઈ દીધું હતું. તે પેલા છોકરા સાથે સમય વિતાવવા માંગતી હતી. તે ઘણીવાર પોતાની માથી છુપાઈને છોકરાને મળવા પણ જતી હતી. આ બાબતની જાણ તેની માને થઈ.

તેની માએ કરીના પાસેથી ફોન લઇ લીધો હતો અને તેને રૂમમાં બંધ કરી દીધી હતી. કરીના તેના મિત્રો સાથે તે છોકરાને મળવા માંગતી હતી. તેથી કરીનાએ તાળું તોડાવ્યું હતું અને બહાર નીકળી ગઇ હતી. કરીનાની આવી હરકતથી તેની મા ખુબ ગુસ્સે થઈ ગઈ હતી અને કરીનાને તાત્કાલીક દહેરાદૂનની બોર્ડિગ સ્કૂલમાં મોકલી દીધી હતી.


કરીનાને મળી નહીં ફ્રીડમ

કરિશ્મા કપૂરે માત્ર 14 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને તેને છોકરાઓ સાથે બહાર જવાની મંજૂરી મળી ગઈ હતી. પરંતુ કરીનાને આમ કરવાની સખત મનાઈ હતી. કરીનાને આ વાત બિલકુલ પસંદ નહોતી આવતી. ત્યારબાદ કરીનાને શાહીદ કપૂર સાથે પ્રમ થઈ ગયો હતો અને હાલ તે સૈફ અલી ખાન સાથે લગ્ન કરી આનંદ કરી રહી છે અને હવે તે બે બાળકોની માતા પણ છે.