આપણે ત્યાં મોટેભાગે કુકરમાં દાળ-ભાત રાંધવાની પ્રથા છે અને આપણી ગુજરાતી થાળી દાળ-ભાત વિના અધૂરી છે. ઉપરાંત આપણને ગુજરાતીઓને દાળ-ભાત વિના ચાલતું પણ નથી. એવામાં આપણે જ્યારે દાળ ભાત ઘરમાં રાંધતા હોઈએ છીએ ત્યારે કુકરમાંથી પાણી બહાર આવવાની સમસ્યા રહે છે. આજે અમે તમને આ લેખમાં કુકરનાથી પાણી બહાર આવવાની સમસ્યાથી છુટકારો કેવી રીતે મેળવવો તે જણાવવા જઈ રહ્યા છીએ એટલે આખો લેખ વાંચવા વિનંતી.
કુકરમા દાળ ભાત ચઢાવતી વખતે પાણીનું પ્રમાણ જળવાય તે જરૂરી છે. કેટલીક વાર એવું બને છે કે વધુ પાણી પડી જવાથી સીટી પડ્યા બાદ આ પાણી બહાર આવવા લાગે છે જે કુકર અને પ્લેટફોર્મ ને પણ ગંદુ કરે છે. ઉપરાંત એવું પણ બને છે કે આ પાણી બહાર આવ્યા બાદ દાળ કે વાત રંધાયા વિના કોરા પણ રહી જતા હોય છે.
તમે પણ રસોડામાં આ રીતે દાળ-ભાત રાંધતા હશો ત્યારે આ સમસ્યાનો સામનો કર્યો હશે. બસ આ સમસ્યાના સમાધાન માટે જ અમે આ લેખ લાવ્યા છીએ કે જેમાં તમે જાણશો કે કુકરમાંથી પાણી બહાર આવતા કઈ રીતે રોકવું.
ઘણીવાર એવું બનતું હોય છે કે કૂકરની રીંગ ખરાબ થઈ ગઈ હોય છે. તો જો આવી રીતે જ રીંગ ખરાબ થઈ જાય તો પણ પાણી બહાર આવવા લાગે છે. એટલે સૌ પ્રથમ તો તમે કૂકરની રીંગ તપાસી લો કે બરાબર છે કે નહીં. જો કુકર ની રીંગ ની સ્થિતિ સારી હોય અને તેમ છતાં દાળ કે ભાતનું પાણી બહાર આવતું હોય તો આટલું કરો. કૂકરના ઢાંકણાની કિનારી પર તેલ લગાવી દો. ત્યારબાદ સીટી ને તપાસી લો. કે સિટી બરાબર હાલતમાં તો છે ને. જો સિટીમાં કંઈક ફસાઈ ગયું હશે તો પણ આ પાણી બહાર આવવાની સમસ્યા બને છે.
એટલે હવે તમે જ્યારે પણ દાળ-ભાત રાંધવા માટે કુકર ઉઠાવો તો સૌપ્રથમ કુકર ની રીંગ ત્યારબાદ તેની સિટી અને કિનારી પર તેલ લગાવવાનું ભૂલશો નહીં. કે જેનાથી દાળ ભાતનું પાણી પણ બહાર નહીં આવે અને દાળ-ભાત બરાબર રીતે રંધાઈ પણ જશે.
કુકરમાં રાંધતી વખતે પાણી બહાર આવવાની સમસ્યાથી છો પરેશાન, આ એક વસ્તુ અપાવશે છુટકારો…
