શું તમે જાણો છો કરીના કપૂરનું અસલી નામ શું છો? દાદા રાજ કપૂરે આપ્યું હતુ આ નામ…

કરીનાએ રેફ્યુજી ફિલ્મથી બોલીવૂડમાં પોતાના કરીયરની શરૂઆત કરી હતી. ઘણા ઓછા લોકો જાણતા હશે કે કરીનાનું નામ પહેલા કંઇક અલગ હતું અને માતા-પિતાને તે પસંદ ન આવતા બદલી દેવામાં આવ્યું હતું. કરીનાના દાદા રાજ કપૂરે કરીનાનું નામ પોતાની પસંદ અનુસાર રાખ્યું હતું બાદમાં રણધીર-બબીતાએ નામ બદલી નાંખ્યું હતું.

કરીનાના નામ પાછળની કહાનીએક રિપોર્ટ્સ અનુસાર કરીનાની કઝન અને ઋષિ કપૂરની દીકરીનો જન્મ થયો હતો તે વખતે દેશભરમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે દાદા રાજ કપૂરે ગણેશજીની પત્ની રિદ્ધિ સિદ્ધિથી પ્રેરિત થઇને રણબીરની બહેનનું નામ રિદ્ધિમા અને કરીનાનું નામ સિદ્ધિમા રાખ્યું હતું.

માતા-પિતાને આવ્યું નહીં પસંદ નામનીતુ અને ઋષિએ પોતાની દીકરીનું નામ રિદ્ધિમા જ રહેવા દીધુ પરંતુ રણધીર તેમજ બબીતાને સિદ્ધિમા નામ ગમ્યું નહી માટે તેમણે દીકરીનું નામ બદલીને કરીના રાખ્યું હતું.

બબીતાએ આ જ નામ કેમ પસંદ કર્યુંબબીતાએ નાની દીકરીનું નામ કરીના કેમ રાખ્યું તેની પાછળ પણ એક રસપ્રદ કિસ્સો છે. જ્યારે તે પ્રેગનેન્ટ હતી ત્યારે તે લિયો ટોલ્સ્ટોયની બૂક અન્ના કારેના વાંચતી હતી. આ બૂકના ટાઇટલથી ઇન્સ્પાયર થઇને બબીતાએ નાની દીકરીનું નામ કરીના રાખી લીધુ હતું.

રણધીરે આપ્યા નીકનેમકપૂર ખાનદાનની દીકરીઓના નિકનેમ પણ છે. કરિશ્મા કપૂરને લોકો લોલો તરીકે ઓળખે છે તો કરીનાને બેબો કહેવામાં આવે છે. રણધીર પોતાની દીકરીઓના નામ ફની રાખવા માંગતા હતા માટે તેમણે દીકરીઓના નામ હટકે રાખ્યા છે.