તમે કહેતા સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં ઉંમરની કોઇ સીમા પણ હોતી નથી. હાલમાં જ અમેરિકામાં એક કપલે આ વાત સાબિત પણ કરી દીધી છે.
માતા પિતા ઇચ્છે કે તેમની દીકરીનો જીવનસાથી તેને હંમેશા સપોર્ટ કરે અને પ્રેમ કરે. બાળકોની માંગણીઓ પૂરી કરતા હોય છે ત્યારે જો બાળક કોઇને પ્રેમ કરે તો તેના માટે પણ માની જતાં હોય છે પરંતુ જ્યારે દીકરી 61 વર્ષનો બોયફ્રેન્ડ ઘરે લઇને આવે તો ? આવું જ થયું છે એક માતા પિતા સાથે..
કપલ વચ્ચે ઉંમરનું અંતર
કપલ વચ્ચે 42 વર્ષનું અંતર છે અને બંને એક બીજાથી ઘણા ખુશ છે. 19 વર્ષની યુવતીનો બોયફ્રેન્ડ 61 વર્ષનો છે. બંનેએ લગ્ન કરી લીધા છે અને હવે બાળકો પ્લાન કરી રહ્યાં છે.
ડેટિંગ સાઇટ પર પહેલીવાર મળ્યાં
ઓડ્રે ચેયેને-સ્માઇલી મૂન અને કેવિનની પહેલી મુલાકાત વર્ષ 2020માં ડેટિંગ સાઇટ પર મળ્યા હતા. ઉંમરમાં 42 વર્ષમાં અંતર હોવા છતાં સ્માઇલી મૂન તેના તરફ આકર્ષિત થઇ હતી. તેના બાયોમાં લખ્યું હતું કે તે અનુભવી સૈન્ય પોલીસમાં કામ કરી ચૂક્યો હતો.
ઓનલાઇન ડેટ બાદ થઇ મુલાકાત
એક રિપોર્ટ અનુસાર ઓનલાઇન ચેટ કર્યાના કેટલાક મહિના બાદ બંને મળ્યા અને પ્રેમનો ઇઝહાર કર્યો. ઓડ્રેએ કહ્યું તે, હું કેવિનને લઇને ઉત્સાહિત હતી અને ગભરાઇ પણ ગઇ હતી.
પહેલી મુલાકાતમાં થઇ કિસ
સ્માઇલી મૂને કહ્યું કે, કેવિને પહેલું ડગલું ઉઠાવ્યું હતું, તેણે મારા ચહેરાને હાથથી પકડ્યો હતો અને સામ સામે મળ્યા બાદ કિસ કરી લીધી હતી. અમે બંનેએ માન્યું કે અમારો પ્રેમ પહેલી નજરનો હતો.
ભડકેલા મા-બાપે બોલાવી પોલીસ
ઓડ્રેએ કહ્યું કે, અમે જ્યારે પેરેન્ટને આ વાત કહી ત્યારે તેણે કહ્યું કે છોકરાની એજ પેરેન્ટ્સ કરતાં પણ વધારે હતી. જ્યારે પેરેન્ટ્સ સામે તે આવ્યો ત્યારે પોલીસ બોલાવી લીધી હતી. માતા-પિતાએ કહ્યું કે આ ખુબ ડરામણો અનુભવ હતો પરંતુ કેવિન દરેક પરિસ્થિતિમાં મારી સાથે ઉભો રહ્યો હતો.