ઉનાળામાં જો તરબૂચ ખાતા હોય તો થઈ જાવ સાવધાન ફાયદા કરતાં નુકસાન વધારે

ઉનાળાની શરૂઆત થતા લોકો તડબુચ ખાવાથી ખૂબ જ પસંદ કરતા હોય છે. તેમજ તરબૂચમાં 90 ટકાથી વધુ પાણી આવેલું હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને ગરમીથી આપણને બચાવતા હોય છે. તેમજ ડોક્ટરો દ્વારા ગરમીમાં તરબૂચ ખાવાનું કહેવામાં આવતું હોય છે. અને ખાસ કરીને ગર્ભવતી મહિલા માં વધુ ફાયદા કારક છે.


ડાઈજેશન સાથે જોડાયેલી સમસ્યા

વધુ પડતા પ્રમાણમાં તરબૂચ ખાવાથી આપણને થઈ શકે છે નુકશાન. કોઇપણ ખોરાક પૂરતા પ્રમાણ માં લેવામાં આવે તો તેનો ફાયદો થતો હોય છે. તેમજ ડોક્ટર દ્વારા કહેવામાં આવે છે કે તરબૂચ રાત્રિના સમયમાં ન ખાવું જોઈએ. તેમજ વધુ પડતું તરબૂચ ખાવાથી એસિડિટી ગેસ,ડાયેરીયા અને સોજા જેવા રોગો તમારા શરીરમાં થઈ શકે છે. તરબૂચમાં વધુ પ્રમાણમાં સુગર આવેલું હોય છે અને તેના કારણે કેટલાક નવા રોગો ની ઉત્પત્તિ થતી હોય છે અને રાત્રીના સમયે તરબૂચ ખાવાથી પાચનશક્તિ નબળી થઈ જાય છે.


બ્લડ શુગર લેવલ

તડબુચ માં વધુ પ્રમાણમાં ગ્લાઈસેમિક આવેલ હોય છે. વધુ પડતા તરબૂચ ખાવાથી લોહીમાં તકલીફ ઊભી થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો ખૂબ જ ધ્યાન રાખવાનો વિષય છે. તરબૂચ ખાવાથી ડાયાબીટીસના દર્દીઓને ખુબ જ મોટી તકલીફ ઊભી થાય છે.


સ્કિનમાં થાય છે અનેક ફેરફાર

તરબૂચમાં વધુ પ્રમાણમાં લેવામાં આવે તો સ્ક્રીનમાં વધુ ફેરફાર જોવા મળતા હોય છે તેનું મુખ્ય કારણ કે ના અંદર આવેલા એન્ટીઑક્સિડેન્ટ મુખ્ય કારણ છે માટે તરબૂચ પૂરતા પ્રમાણમાં જ ખાવું જોઈએ.