આ યુવક મહિલાને કૂવામાંથી બહાર કાઢતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુપી પોલીસે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.
ઉત્તર પ્રદેશ પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસકર્મી એક મહિલાનો જીવ બચાવતો જોવા મળી રહ્યો છે. કૂવામાં પડેલી મહિલાને બહાર કાઢતા આ જવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુપી પોલીસે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.
હમીરપુર જિલ્લાના જરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાએ કૂવામાં ઝંપલાવ્યું. પોલીસને આ વાતની જાણ થતાં જ પોલીસકર્મીઓ એક્શનમાં આવી ગયા હતા અને મહિલાની મદદ કરવાની સંપૂર્ણ તૈયારી દર્શાવી હતી. એક પોલીસકર્મી પોતે કૂવામાં ઉતર્યો હતો અને દોરડાની મદદથી મહિલાને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. મહિલાની પ્રાથમિક સારવાર પણ કરવામાં આવી હતી. બચાવનો વીડિયો યુપી પોલીસે શેર કર્યો છે.
A job 'WELL' done
Responding to a distress call to rescue a woman who had jumped into a well, @hamirpurpolice swiftly reached the place & rescued her using available resources.
Please Dial 112 in case of any emergency. #UPPCares pic.twitter.com/OJNItNlFqD— UP POLICE (@Uppolice) June 18, 2022
વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘શાબાશ. કૂવામાં કૂદી પડેલી એક મહિલાને બચાવવાના કોલને જવાબ આપતા, હમીરપુર પોલીસ ઝડપથી સ્થળ પર પહોંચી અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને તેણીને બચાવી. કોઈપણ કટોકટીના કિસ્સામાં કૃપા કરીને 112’ ડાયલ કરો.
ટ્વિટર પર આ વીડિયોને 17 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરીને લોકો યુપી પોલીસના કામની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘જ્યારે કોઈ માણસ પોતાની ફરજ બજાવે છે અને આવા બચાવ ઓપરેશન કરે છે, ત્યારે તેને પોતાની વર્દી પર ગર્વ થાય છે. યુનિફોર્મનો આ જુસ્સો જ જય હિંદને કરોડો લોકોમાં અલગ બનાવે છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘જીવન જોખમમાં મૂકીને બચાવ પ્રશંસનીય છે.’