તાજેતરમાં, દક્ષિણ આફ્રિકાએ છેલ્લી ODIમાં ભારતને 4 રને હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 288 રન બનાવ્યા હતા, પરંતુ ભારતીય ટીમ 49.2 ઓવરમાં 283 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના ચાહકો ચોક્કસપણે નિરાશ છે, પરંતુ તેઓ એક ખાસ વાતથી ખુશ પણ છે. વાસ્તવમાં ચાહકોને આ મેચ દરમિયાન તેમના ફેવરિટ ખેલાડી વિરાટ કોહલીની પુત્રી વામિકાનો ચહેરો જોવા મળ્યો. અનુષ્કા શર્મા અવારનવાર વિરાટને ચીયર કરવા મેદાન પર પહોંચે છે. આ વખતે તેમની સાથે તેમની પુત્રી વામિકા પણ હતી. રમત દરમિયાન જ્યારે વામિકા પાપા વિરાટને ચીયર કરી રહી હતી ત્યારે કેમેરાએ તેની કેટલીક ઝલક કેદ કરી હતી. અનુષ્કાના ખોળામાં પિંક કલરનો ડ્રેસ પહેરેલી વામિકા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
અનુષ્કા શર્મા અવારનવાર વિરાટને ચીયર કરવા મેદાન પર પહોંચે છે. આ વખતે તેમની સાથે તેમની પુત્રી વામિકા પણ હતી. રમત દરમિયાન જ્યારે વામિકા પાપા વિરાટને ચીયર કરી રહી હતી ત્યારે કેમેરાએ તેની કેટલીક ઝલક કેદ કરી હતી. અનુષ્કાના ખોળામાં પિંક કલરનો ડ્રેસ પહેરેલી વામિકા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

નોંધનીય છે કે વામિકાનો જન્મ થયો ત્યારથી જ ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. જો કે વિરાટ અને અનુષ્કાએ હજુ સુધી ફેન્સને દીકરીની ઝલક દેખાડી ન હતી. તેણે સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફર્સને પણ અપીલ કરી હતી કે તે તેની પુત્રીથી દૂર રહે અને તેણીને તેના અંગત જીવનનો આનંદ માણવા દે.

#vamika cute mom and daughter is here ❤️ #Viral #ViratKholi #anushka pic.twitter.com/f0UrdheeUG
— Hari Krish (@HariKrish_D95) January 23, 2022