ત્રિપલ તલાકના કાયદાથી બચવા અપનાવી નવી રીત, અપનાવાઈ રહ્યા છે નવા નવા હથકંડા…

ગુનાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ગુનેગારો પણ કાયદાથી બચવા નવા નવા પેંતરા અપનાવતા જોવા મળી રહ્યા છે. જેના વિશે જાણ્યા પછી હર કોઈ સ્તબ્ધ થઈ જાય છે. આરોપીઓ હમેશા એવું કંઇક શોધતા હોય છે જેથી તેઓ ગુનો પણ કરી શકે અને તેમને સજા પણ ન મળે. હમણાં જ વલસાડમાં પણ આવું જ કંઇક બન્યું છે. જેના વિશે જાણ્યા પછી તમે પણ હેરાન રહી જશો.

મળતી માહિતી અનુસાર વલસાડમાં રહેતી યુવતી સાથે ન બનવાનું બન્યું છે. તે મૂળ ભાવનગરની રહેવાસી છે પણ હાલમાં વલસાડમાં રહે છે. ફેસબુક દ્વારા તેનો સંપર્ક વલસાડના ખાટકીવાડમાં રહેતા ઇબ્રાહિમ કુરેશી સાથે થયો હતો. પહેલા બંને મિત્રો બન્યા. ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત વધતા એક બીજાના પ્રેમમાં પડ્યા હતા. જો કે સમય જતા આ પ્રેમ એટલો બધો કે બંને જણાએ નિકાહ કરવાનું પણ આયોજન કર્યું હતું.

પીડિતા મેહનાજ ના જણાવ્યા અનુસાર, આરોપીએ તેની સાથે છેતરપિંડી કરી છે. બંને પ્રેમમાં હતા અને આરીપી એ નિકાહ કરવાનું વચન પણ આપ્યું હતું. આ સમય દરમિયાન બંને ઘણીવાર મળતા હતા અને નિકાહ નું પ્લાન પણ કરતા હતા.

આ કેસની પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. તે ઘણીવાર તેને હોટેલમાં લઈ જતો હતો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. પછી જ્યારે પીડિતાએ નિકાહ વિશે વાત કરી તો આરોપી ગુસ્સે થઈ ગયો હતો અને તેને છોડી દીધી હતી.

ઘણીવાર દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ માસૂમ બાળકી ને છોડી દીધી હતી. જો કે જ્યારે બાળકીને પેટમાં દુઃખવાનું શરૂ થયું ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે માસૂમ બાળકી ગર્ભવતી છે. હાલ પોલીસે આરોપી વિરૃદ્ધ ગુનો દાખલ કર્યો છે. ગુનો નોંધ્યા બાદ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જોકે પીડિતાનું કહેવું છે કે ત્રિપલ તલાકથી બચવા માટે આરોપીએ આ કાવતરું કર્યું હતું. જેથી પોતે નીકાહ કરે તો તલાક આપવા પડે અને ગુનેગાર સાબિત થાય.