સાંજ સુધીમાં ઘરે પાછી આવી જઈશ એવું કહીને નીકળેલી 12માં ધોરણમાં ભણતી છોકરી પાછી તો આવી પણ…

વડોદરાથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં 17 વર્ષની એક છોકરીને મારીને તેની લાશને ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. ત્યારબાદ લાશને કોઈએ જોઈ અને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ત્યારબાદ જ પરિવારને તેની જાણ થઇ હતી.

ચાલતા દિવસે કંઈ ને કંઈ આવી ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ છોકરાઓ છોકરીઓને મારી નાખતા જોવા મળે છે. થોડા સમય પહેલા આવી જ એક ઘટના સુરતમાં બની હતી. જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલ નામના યુવકે જાહેરમાં જ ગ્રિષ્માં નામની છોકરીનું ગળુ કાપીને હત્યા કરી દીધી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા માં ખૂબ વાયરલ થયો હતો. ત્યારબાદ પોતે પણ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આવો જ એક કિસ્સો હમણાં વડોદરાથી સામે આવ્યો છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી મીરાની એક તરફી પ્રેમમાં હત્યા કરી દેવામાં આવી છે. મીરા બારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને તેણે હમણાં જ બારમા ધોરણની પરીક્ષા પણ આપી હતી. બે દિવસ અગાઉ મીરા ઘરેથી ક્યાંક ચાલી ગઇ હતી. ત્યારબાદ તેણે તેની બહેનને મેસેજ કર્યો હતો કે પોતે સાંજ સુધીમાં ઘરે પાછી આવી જશે.

મોડી રાત સુધી મીરા ઘરે પાછી ન ફરતા માતા-પિતાને ચિંતા થવા લાગી હતી. તેમણે થોડી વાર રાહ જોઈ પણ મીરા પાછી ફરી નહીં એટલે તેમણે પોલીસ સ્ટેશનમાં જઈને મીરાની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. બીજી તરફ એવી ઘટના બની હતી કે એક ખેતરમાંથી મીરાનો મૃતદેહ મળી આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર મીરા નો ફોટો જોયા બાદ માતા-પિતા પર દુઃખનો પહાડ તૂટી પડયો હતો. જોકે હાલ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તેમનું કહેવું છે કે ઘટના સ્થળ અને બોડીના પોસ્ટ મોર્ટમ બાદ વધુ કવાયત હાથ ધરવામાં આવશે. જો કે પોલીસનું કહેવું છે કે તેઓ અપરાધીને બહુ ઝડપથી શોધી કાઢશે.