તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ કોમેડી શો છેલ્લાં 13 વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોની સ્ટાર કાસ્ટ ભલે મોટી હોય પરંતુ સીરિયલના કલાકારોને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. શોના દરેક કલાકાર અંગે તમને જાણકારી હશે પરંતુ શું તમે રોશન સિંહ સોઢીની રીઅલ લાઇફથી વાંકેફ છો ?
અભિનેતા શોને પ્રસિદ્ધી તરફ લઇ ગયો
શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હંમેશા પાર્ટી માટે તૈયાર રહેતા અને પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરનારા રોશન સિંહ સોઢીનું અસલી નામ ગુરૂચરણ સિંહ છે. ગુરૂચરણ સિંહ પોતાના બિન્દાસ્ત અંદાજથી શોને વધુ પ્રસિદ્ધી તરફ લઇ ગયો છે. આજે ભલે તેઓ આ શોનો ભાગ ન હોય. પરંતુ જ્યારે પણ રોશન સિંહ સોઢીની વાત કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ ગુરૂચરણ સિંહનો ચહેરો સામે આવે છે. જીવનમાં આટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત કર્યા પહેલાં ગુરૂચરણ સિંહ મુશ્કેલીમાં ફસાયો હતો. તેને મજબુરીમાં મુંબઈ આવવુ પડ્યુ હતુ.
લેણદારો પાછળ પડ્યા હતા
પહેલા રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરૂચરણ સિંહે તાજેતરમાં પોતાના એક લાઈવ વીડિયોમાં જણાવ્યું હતુ કે, તેમણે એવા સમયે મુંબઈની ધરતી પર પગ મુક્યો હતો જ્યારે તેમના પર દેવુ ચઢી ગયુ હતુ. લોકો પૈસા માંગવા માટે તેમની પાછળ પડ્યા હતા. ગુરૂચરણ સિંહને ક્યાંયથી મળી નહીં ત્યારે તેઓ મુંબઈ ગયા અને છ મહિનાની અંદર તેમને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં રોલ મળ્યો.
શોને કહી દીધુ છે ગુડબાય
શોના પ્રારંભથી જ ગુરૂચરણ સિંહ તેનો ભાગ રહ્યો હતો. વર્ષ 2013માં તેમણે શોને અલવિદા કહી દીધું હતું. પછી દર્શકોની માંગણીને ધ્યાનમાં રાખી તેમને 2014માં પાછા લાવવામાં આવ્યો હતો. પરંતુ છ વર્ષ કામ કર્યા બાદ તેણે ફરી એક વખત વર્ષ 2020માં શોને અલવિદા કહી દીધુ. ત્યારબાદ તેમની જગ્યાએ બલવિન્દર સિંહ સૂરી આવ્યાં અને તેઓ સારી રીતે રોશન સિંહ સોઢીનુ પાત્ર ભજવી રહ્યાં છે.