ખાલી પેટે ન કરવું જોઈએ આ વસ્તુઓનું સેવન, થઈ શકે છે મોટું નુકશાન…

આપણી વ્યસ્ત લાઇફ સ્ટાઇલને કારણે આપણામાંના મોટાભાગના લોકો ઘણી બાબતો પર ધ્યાન આપી શકતા નથી. તેથી તેની આપણા સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર થાય છે. ખાસ કરીને મહિલાઓ પોતાના પરિવારની સંભાળ રાખવામાં પોતાના સ્વસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી. ઘણી વખત તેઓ સમયસર ખોરાક લેતા નથી, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડે છે.

આ ઉપરાંત સવારે કામના સમયને કારણે નાસ્તો છોડીને માત્ર ચા પીવે છે. જો કે આપણે બધા જાણીએ છીએ કે ખાલી પેટ ચા પીવી સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. ચાલો જાણીએ કે સવારે ખાલી પેટ કઈ વસ્તુઓનું સેવન કરવું ટાળવું જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

કોફી

ઘણા લોકો સવારે ઉઠતા જ ચા અથવા કોફી પીવાનું પસંદ કરે છે. પરંતુ આયુર્વેદમાં આ વસ્તુઓ ખાલી પેટ પીવી નુકશાનકારક માનવામાં આવે છે. કોફી અને ચામાં કેટલાક એસિડિક પદાર્થો હોય છે, જેના કારણે તે અપચોનું કારણ બને છે. આ સિવાય એસિડિટી પણ થઇ શકે છે. જો તમને કોફી કે ચા પીવાની આદત હોય તો તે પહેલા કંઇક ખાઓ અને પછી કોફી પીઓ.

દહીં

આયુર્વેદમાં અમુક વસ્તુઓ ખાવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સવારે ખાલી પેટ દહીં, ટામેટાં, દવાઓ, મીઠાઈઓ, કેળા અને મસાલેદાર વસ્તુઓ ખાવી જોઈએ નહીં. આ બધી વસ્તુઓમાં એસિડની માત્રા વધારે હોય છે, જે ખાલી પેટ ખાવામાં આવે તો નુકશાન થઈ શકે છે

ચ્યુઇંગમ

ઘણા લોકો ખાલી પેટ દિવસ દરમિયાન ચ્યુઇંગમ ચાવે રાખે છે કારણ કે તેમને લાગે છે કે આમ કરવાથી તેઓ તેમનું વજન નિયંત્રિત રહેશે. પરંતુ આ તમારા પાચનતંત્રને નબળું પાડે છે અને આંતરડાની પરેશાની વધારવાનું કામ કરે છે.આ ઉપરાંત ઘણા લોકોને સવારે મોડે સુધી સૂવાની ટેવ હોય છે. લાંબા સમય સુધી ખાધા વગર સૂઈ રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેના કારણે તમારું પાચનતંત્ર નબળું પડે છે અને વજન પણ વધે છે.

નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.