સની દેઓલ સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રીઓનું તૂટી ગયું છે ઘર, કરિશ્મા કપૂરથી લઈને જયા પ્રદા છે સામેલ…

બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલે ઘણા દાયકાઓ સુધી ફિલ્મી પડદા પર રાજ કર્યું છે. સની 80-90ના દાયકામાં બોલિવૂડનો મોટો સ્ટાર રહ્યો છે. એ વાત પણ સાચી છે કે સનીએ પોતાના ખાસ અભિનયને કારણે બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. જોરદાર એક્શન અને ઉત્તમ ડાયલોગ ડિલિવરી દ્વારા તેણે કરોડો ચાહકોના દિલ પર રાજ કર્યું. જો જોવામાં આવે તો બોલિવૂડની ઘણી સુંદરીઓએ સની સાથે કામ કર્યું છે, પરંતુ સની દેઓલ સાથે એક વિચિત્ર સંયોગ પણ જોડાયેલો છે. આ એક યોગાનુયોગ છે કે સની પાજી સાથે કામ કરનાર અભિનેત્રીના છૂટાછેડા થઈ ગયા છે. હા, વાત કરીએ આ અભિનેત્રીઓની.

ડિમ્પલ કાપડિયા80-90ના દાયકાની જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ સની દેઓલ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. સની અને ડિમ્પલની નિકટતાની પણ ઘણી વાતો સામે આવી છે. તમને જણાવી દઈએ કે ડિમ્પલના લગ્ન રાજેશ ખન્ના સાથે થયા હતા. તેણે બોલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે 15 વર્ષની ઉંમરે લગ્ન કર્યા જ્યારે કાકા તે સમયે 30 વર્ષના હતા. આ કપલ 9 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ ગયું.

સોનમઅભિનેત્રી સોનમે સની દેઓલ સાથે ત્રિદેવમાં કામ કર્યું હતું. સોનમનું સાચું નામ બખ્તાવર ખાન હતું. તેણે ફિલ્મો માટે પોતાનું નામ બદલી નાખ્યું. 16 વર્ષની ઉંમરે સોનમે 1988માં આવેલી ફિલ્મ વિજયથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે સની દેઓલ સાથે ત્રિદેવ જેવી સુપરહિટ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઓય-ઓય ગીત સોનમ પર જ ફિલ્માવવામાં આવ્યું હતું. સોનમે 18 વર્ષની ઉંમરે ત્રિદેવના ડાયરેક્ટર રાજીવ રાય સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. પુત્રના જન્મ બાદ 2001થી બંને છૂટાછેડા લીધા વગર અલગ રહેવા લાગ્યા હતા.

ફરાહ નાઝઅભિનેત્રી ફરાહ નાઝે સની દેઓલ સાથે ફિલ્મ યતિમમાં કામ કર્યું હતું. ફરાહે 1996માં બિંદુ દારા સિંહ સાથે લગ્ન કર્યા પરંતુ થોડાં જ વર્ષોમાં તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો. વર્ષ 2003માં પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા.

અમૃતા સિંહઅમૃતા સિંહે સની દેઓલ સાથે ફિલ્મ બેતાબથી ડેબ્યૂ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક સમયે અમૃતા સિંહ અને સની દેઓલની નિકટતાની વાતો સામાન્ય હતી. જો કે અમૃતાએ સનીને બદલે સૈફને લાઈફ પાર્ટનર તરીકે પસંદ કર્યો, પરંતુ લગ્નના 13 વર્ષ બાદ સૈફ અને અમૃતાએ અલગ થઈ ગયા અને બંનેએ છૂટાછેડા લઈ લીધા.

કરિશ્મા કપૂરબોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરે પણ સની દેઓલ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. 2003માં કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા, 11 વર્ષ એકબીજા સાથે રહ્યા પછી બંનેએ છૂટાછેડા લીધા.

જયા પ્રદાઆ ફિલ્મમાં સની સાથે સુંદર અભિનેત્રી જયા પ્રદાએ પણ કામ કર્યું છે. આ એક સંયોગની વાત છે કે આ અભિનેત્રીના પણ છૂટાછેડા થઈ ગયા છે. જયાના લગ્ન શ્રીકાંત નાહટા સાથે થયા હતા જેમનાથી તે પછીથી અલગ થઈ ગઈ હતી.