થાઇરોઇડ માં વજન વધઘટ થતું હોય છે. કેટલીક દવાઓ લઇને તેને નિયંત્રણમાં લાવી શકાય છે. ઉપરાંત ખાધા ખોરાકીમાં ફેરફાર કરીને પણ આ વજનને નિયંત્રિત કરી શકાય છે.
આજકાલ દરેક ચોથી વ્યક્તિ ડાયાબિટીસ, થાઇરોઇડ, બ્લડ પ્રેશર હૃદય સંબંધિત રોગો જેવા રોગથી પીડાઈ રહી છે. લોકો આ રોગોને કંટ્રોલ કરવા માટે બહુ બધું કરતા હોય છે. ક્યારેક મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવે છે તેમ છતાં આ રોગ ભાગ્યે જ મટે છે. ક્યારેક ખાનપાન ના સુધારા દ્વારા પણ આ રોગો મટાડી શકાય છે. જોકે આ રોગો હઠીલા હોઈ ખૂબ કાળજી લેવી પડે છે. ક્યારેક તો દવાઓની આડઅસર પણ વરતાઈ આવે છે. તેથી મોટેભાગે પ્રવાહી અથવા તો રસનો સહારો લઈને આ રોગો ઝડપથી મટાડી શકાય છે અથવા તો કન્ટ્રોલમાં લાવી શકાય છે.
આજે આ લેખ દ્વારા અમે થાઇરોડ ને નિયંત્રિત કરવા માટે એવા ત્રણ પ્રકારના રસ વિશે માહિતી લાવ્યા છીએ કે જેના સેવન બાદ થાઇરોઇડને કન્ટ્રોલમાં લાવી શકાય છે.
1. બીટ રૂટ અને ગાજરનો રસ
બીટ રૂટ અને ગાજરનો રસ થાઈરોઈડ માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે. બીટ રૂટ અને ગાજરનો રસ ઘણી બધી રીતે થાઇરોઇડને કંટ્રોલ કરી શકે છે. આ રસ બનાવવા માટે તમારે લેવું પડશે એક સફરજન, એક ગાજર, એક બીટ અને એક દાડમ, ત્યારબાદ તેમને ધોઈ સાફ કરી નાના ટુકડામાં કાપી લો. ત્યારબાદ જ્યુસર માં તેનો રસ બનાવો અને નરણા કોઠે પીઓ.
દૂધીનો રસ
દૂધીનો રસ પણ થાઈરોઈડ માટે ઉપયોગી સાબિત થાય છે. સવારે નરણે કોઠે આ રસનું સેવન કરવાથી થાઈરોઈડ મોટેભાગે કંટ્રોલમાં રહે છે. એક દૂધી લો તેને સમારી વ્યવસ્થિત સાફ કરી અને પછી જ્યુસર માં નાખી તેનો રસ કાઢી લો. સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરો.
જળકુંભી નરસ
જળકુંભી નો રસ પણ થાઈરોઈડ ને કંટ્રોલ કરવામાં મદદગાર છે. જળકુંભી ના પાંદડા અને બે સફરજન લો. તેને સાફ કરી મિક્સરમાં વ્યવસ્થિત મિક્સ કરી લો ત્યારબાદ તેમાં બે ચમચી લીંબુનો રસ નાખવો અને તેનું સેવન કરો આમ કરવાથી થાઇરોઇડ પણ કંટ્રોલમાં આવશે અને તમારું વજન પણ વધશે નહીં.