જાણો સુરતની અનોખી શાળા વિશે, જ્યાં વિદ્યાર્થીઓ કરે ભૂલ તો શિક્ષકોને મળે છે સજા…

શાળાઓમાં અનુશાસન બાબતે હંમેશા પ્રશ્નો ઊભા થતા રહે છે. તેથી મોટે ભાગે એવું હોય છે કે દરેક શાળા જો પોતાના બાળકો શિસ્ત ભંગ કરે તો તે વિદ્યાર્થીઓને સજા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ યુનિફોર્મ ન પહેરે અથવા તો જે તે શાળાના નિયમોનું પાલન ન કરે તો શિક્ષકો દ્વારા તેમને સજા આપવામાં આવતી હોય છે. પરંતુ એક શાળા એવી પણ છે કે જો વિદ્યાર્થીઓ કોઈ શિસ્તનું ભંગ કરે તો તેમને સજા આપવાના બદલે શિક્ષકોને સજા આપવામાં આવે છે. જાણો સમગ્ર અહેવાલ…

સામન્ય રીતે દરેક શાળામાં એવું બનતું હોય છે કે અગર કોઈ વિદ્યાર્થી મોડો સ્કૂલ આવે, ગૃહકાર્ય કર્યું ન હોય, યુનિફોર્મ ભંગમાં હોય અથવા તો શિસ્તમાં ન આવ્યો હોય તો જે તે વિદ્યાર્થીઓને સજા કરવામાં આવતી હોય છે. પરંતુ સુરતની એક શાળા એવી પણ છે જ્યાં આવું કંઈ બને તો વિદ્યાર્થીને સજા આપવાના બદલે શિક્ષક ખુદ સજા ભોગવે છે.

સુરતની વિદ્યાકુંજ સ્કૂલ તેના નિયમોને કારણે અલગ તરી આવે છે. અહીં જ્યારે કોઈ વિદ્યાર્થી શિસ્ત ભંગ કરે તો આચાર્ય ખુદ ને જ સજા આપે છે. તેઓ મૌન પાળે છે અથવા તો સ્કૂલમાં ઉઘાડા પગે આવે છે કે રેંટિયો કાંતે છે. શાળાના આચાર્ય પોતાને આવી આવી સજાઓ આપે છે.

દરેક સ્કૂલ શિસ્ત ની બાબતમાં બાંધછોડ કરતી નથી. તેઓ પોતાના વિદ્યાર્થીઓ શિસ્ત ભંગ ન કરે તે માટે અલગ અલગ સજાઓ આપે છે. જેમ કે કોઈ બાળકને ક્લાસ બહાર ઊભો રાખવો, ઉઠક બેઠક કરાવવી, વધારે હોમવર્ક આપવું વગેરે જેવા નિયમો અપનાવે છે.

જો કે સુરતની વિદ્યા કુંજ શાળમાં વિદ્યાર્થી કોઈ શિસ્ત ભંગ કરે તો આચાર્ય ખુદ ને જ સજા આપતા હોય છે. તેઓ રેંત્યો કાંત્વાના દિવસો વધારી દે છે અથવા તો ઉઘાડા પગે સ્કૂલ આવવાનું શરૂ કરે છે અથવા તો થોડા દિવસ મૌન રાખે છે. આમ આ સ્કૂલ તેના અલગ પડતા નિયમોને કારણે સુરતમાં બધાનું ધ્યાન ખેંચનારી બની છે. જો કે આવા નિયમો બીજી સ્કૂલો પણ પાળતી થઈ છે.