એક નાનકડી પંચર ની દુકાન ઉપર પાંચ મિત્રો ઊભા ઊભા વાતો કરતા હતા અચાનક જ તૂટ્યું ઢાંકણું અને બધા લોકો પડ્યા ગટરમાં

દિવસેને દિવસે અકસ્માતના ખૂબ જ કિસ્સાઓ સામે આવતા હોય છે અને લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે પરંતુ આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જે જોઈને દરેક લોકો હેરાન થઈ ગયા છે.

આ વિડીયો ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલા જેસલમેરનો છે જેસલમેરમાં પાંચ યુવકો નારા ઉપર ઉભા હતા પરંતુ અચાનક નારું ખુલી જતા પાંચ ભાઈઓ નીચે દબાઈ ગયા હતા પરંતુ એટલું જ નહીં બાજુમાં રાખેલ બાઈક પણ તેમના ઉપર પડી હતી. અને આ પાંચ ખૂબ જ ગંભીર ઇજા થઇ હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.



જેસલમેર માં આવેલા રેલવે સ્ટેશનની બહાર એક ટાયર પંચર ની દુકાન છે જ્યાં એક જૂનું વરસાદી નારી પ્રસાર થાય છે. અને ટાયર પંચર ના માલિક છે અહીંયા પથ્થર મૂકીને તેને ઢાંકી દીધું હતું આના નારૂ છેલ્લા કેટલાક સમયથી બંધ છે. દુકાનના માલિક અને તેને ત્યાં રાખેલા બે કર્મચારીઓએ કામ કરી રહ્યા હતા.

તે સમયે બોલેરો ગાડી લઈને બે માણસો ગાડી નું પંચર કરાવવા માટે અહીંયા આવ્યા હતા ત્યારે એક યુવક ટાયર પંચર કરતો હતો ત્યારે બાકી રહેલા ચાર લોકો એકબીજા સાથે ઉભા ઉભા વાતો કરતા હતા અને અચાનક જ ઢાંકણું ખુલી જતા બધા લોકો ગટર માં પડ્યા હતા જોકે આ ઘટના સુખી હોવાથી ફક્ત તેમની ઇજા થઇ હતી અને કોઈની જાન ને નુકસાન થયું ન હતું