‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું ટ્રેલરઃ પંડિતોના નરસંહારની તસવીર આંચકો આપશે, મિથુન, અનુપમ ખેરે રેડ્યું જીવ…

પાકિસ્તાનના ઈશારે કાશ્મીરમાં અલગાવવાદીની ક્રૂર તસવીર ત્યારે સામે આવી જ્યારે 80ના દાયકાના અંત ભાગમાં પંડિતોની સાથે રહેતા અલગતાવાદી મુસ્લિમોએ કાશ્મીરને આઝાદ કરાવવાના નામે તેમના પર બિનજરૂરી અત્યાચારો શરૂ કર્યા.જાન્યુઆરી 1990 સુધીમાં આ અત્યાચાર ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યારે ખીણમાં પંડિતો અને અન્ય હિંદુ સમુદાયના સભ્યોની હત્યા કરવામાં આવી હતી, હિંદુ મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, સેંકડો હિંદુ મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દ્વારા કાશ્મીરમાં થયેલા આ હત્યાકાંડની પીડાને દુનિયા સમક્ષ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’નું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. 3 મિનિટ 23 સેકન્ડનું ટ્રેલર ખૂબ જ તીવ્ર છે અને કાશ્મીરી પંડિતોના હિજરતના કારણો અને તે સમય દરમિયાનની રાજકીય પરિસ્થિતિની રૂપરેખા આપે છે. તે કાશ્મીરી નરસંહારની સૌથી તીવ્ર, હાર્ડ હિટિંગ અને ભાવનાત્મક ચિત્ર આપે છે.

ફિલ્મનો વિષય ખૂબ જ સંવેદનશીલ છે

‘ધ કશ્મીર ફાઇલ્સ’ એ ભારતીય રાજકીય ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓ પર આધારિત અત્યંત સંવેદનશીલ અને ભાવનાત્મક ફિલ્મ છે. વિવેક સ્વીકારે છે કે આ વિષય પર ફિલ્મ બનાવવી એ સરળ કામ ન હતું અને તેને ખૂબ જ સંવેદનશીલતા સાથે હેન્ડલ કરવું પડ્યું. વિવેક કહે છે કે આ ફિલ્મ એક રીતે આંખ ખોલનારી તરીકે કામ કરશે. ભારતીય ઈતિહાસની આ ઘટનાને અનેક પ્રતિભાશાળી કલાકારો દ્વારા રો અને રિયલ નેરેટિવ દ્વારા રજૂ કરવામાં આવી છે.અભિનેત્રી પલ્લવી જોષી, જે આ ફિલ્મમાં રાજકીય કાર્યકરની ભૂમિકા ભજવે છે, કહે છે, “એક ફિલ્મ તેની સ્ક્રિપ્ટ જેટલી સારી હોય છે અને કાશ્મીર ફાઇલ્સ સાથે, દર્શકો ખરેખર પાત્રોમાંથી પસાર થતી લાગણીઓને અનુભવી શકે છે. કલાકારો તરીકે, ટીમના દરેક વ્યક્તિએ તેમના પાત્રોમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે અને આ આઘાતજનક અને દુઃખદ વાર્તા કહેવા માટે પ્રતિબદ્ધ છે.”આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર, ભાષા સુમ્બલી, ચિન્મય માંડલેકર, પુનીત ઈસ્સાર, મૃણાલ કુલકર્ણી, અતુલ શ્રીવાસ્તવ અને પૃથ્વીરાજ સરનાઈક વિવિધ ભૂમિકામાં છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ઝી સ્ટુડિયો, આઇએએમબુદ્ધા અને અભિષેક અગ્રવાલ આર્ટ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.