બસ કરો આ એક કામ, નહીં પડે ડોક્ટર પાસે જવાની જરૂર, અનેક સમસ્યાઓ થઇ જશે દૂર…

દિવસભરના થાક પછી ઘણી વખત લોકો એટલા થાકી જાય છે કે તેમને રાત્રે ઊંઘ પણ આવતી નથી. આવી સ્થિતિમાં ઉંઘ ન આવવાથી તમે બીમાર પણ થઈ શકો છો. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમે વધારે થાકી ગયા હોવ ત્યારે તમારા પગના તળિયાની માલિશ કરવાથી તમને આરામની ઊંઘ આવે છે. આ સાથે પગની માલિશ કરવાથી પણ ઘણી બીમારીઓથી છુટકારો મળી શકે છે. આજે અમે તમને પગની મસાજના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પગના તળિયામાં માલિક કરવાના ફાયદા

વજન ઘટાડવું અને સ્થૂળતા બે અલગ-અલગ બાબતો છે. સૂતા પહેલા પગની માલિશ કરવાથી તમારું વજન ઓછું થાય છે એટલું જ નહીં પરંતુ તમારા શરીરમાં રહેલી ચરબીને પણ ઓછી કરવામાં મદદ મળે છે. તે પરસેવા દ્વારા શરીરમાંથી હાનિકારક પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.

પગના તળિયામાં માલિશ કરવાથી માંસપેશીઓને આરામ મળે છે અને તે મજબૂત બને છે. ઉપરાંત બ્લડ સર્ક્યુલેશન પણ બરાબર રહે છે. પગના તળિયાની માલિશ રક્તના પ્રવાહમાં પણ મદદરૂપ છે. માટે જ્યારે તમારે કામ માટે વધારે ઊભા રહેવાનું થાય ત્યારે પગના તળિયાની માલિસ અવશ્ય કરો.

પગના તળિયામાં માલિશ કરવાથી હાડકા પણ મજબુત બને છે. તમે કામ કરીને થાકી ગયા હો તો પગના તળિયામાં માલિશ કરવાથી થાક તરત જ દૂર થઈ જશે. ઉપરાંત માંસપેશીઓમાં ખેંચાણ અનુભવાતી હોય તો પણ તમને તળિયામાં માલિશ કરવાથી તે દૂર થઈ જશે. ઉપરાંત ટેન્શન કે તાણ જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે પણ પગના તળિયાની માલિશ કરવી જરૂરી છે.

વધુ પડતી કસરત કરવાથી કે વજન ઉપાડવાથી માંસપેશીઓમાં કળતર થતી હોય તો પગના તળિયામાં માલિશ કરવાથી તે તરત જ મટી જશે. ઉપરાંત જે લોકો મોટાભાગે ઊભા રહીને કામ કરતા હોય છે તેમને પગમાં સોજો આવી જતો હોય છે તો પગના તળિયામાં તેલ દ્વારા માલિશ કરવાથી આ સોજો પણ મટી જશે.

તમે વધારે પડતાં થાકનો અનુભવ કરતા હોય તો રાત્રે સુતા પહેલા પગના તળિયાની અવશ્ય માલિશ કરો. જેથી પગની કળતર પણ મટી જશે અને ઉંઘ પણ સારી આવશે.