સુરત શહેરમાં કાપડ માર્કેટમાં ચાલુ ટેમ્પાએ એક યુવકે કરી કાપડ ના તાકા ની ચોરી, આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ થઈ રહ્યો છે વાયરલ

આપણે અવારનવાર ચોરીના કિસ્સાઓ સાંભળતા હોય છે અને ચોરીના કિસ્સાઓ દિવસે ને દિવસે ખૂબ જ વધી રહ્યા છે તેમજ વાત કરવામાં આવે તો સુરત શહેરમાં રીંગ રોડ ઉપર એક કાપડ બજાર આવેલ છે જ્યાં રોજ કાપડની ચોરી થતી હતી તેમજ પોલીસ સ્ટેશન માં દિવસેને દિવસે ચોરી ના કેસો નોંધાતા હતા.આ બનાવ ગુજરાતના સુરત શહેરમાં બનેલ છે ત્યાં નિયમિત પણે કાપડ બજારમાં કાપડના તાકાની ચોરી અવાર-નવાર થતી હતી અને પોલીસ સ્ટેશનમાં ખૂબ જ કેસો નોધવામાં આવતા હતા પરંતુ આ ચોર ની માહિતી મળતી ન હતી પરંતુ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે જા એક ચોર દ્વારા ચાલુ ટેમ્પામાં કાપડની ચોરી કરી હતી આ વિડીયો સ્થાનિક લોકો દ્વારા ઉતારવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપી વાયરલ થઇ રહ્યો છે.સુરત શહેર હીરા અને કાપડ ઉદ્યોગ માટે ખૂબ જ જાણીતું છે તેમજ સુરતમાં આવેલ રીંગ રોડ ઉપર કાપડ માર્કેટ ના કારખાના આવેલા છે તેમજ જયાં નિયમિત રીતે ચોરી થવાના કિસ્સાઓ સામે આવ્યા છે તેમજ નિયમિત રીતે કાપડ ટેમ્પામાં લાવવામાં આવતું હતું. અન્ય દિવસની દિવસે ચોરીના બનાવો ખૂબ જ વધુ પ્રમાણમાં વધી રહ્યા હતા અને પોલીસને સતત આ ગુના વિરુદ્ધ કેસો નોંધાયા હતા. પરંતુ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવક રોડ ઉપર ચાલતાં ચાલુ ટેમ્પામાં ચડી ગયો હતો અને કાપડની ચોરી કરી રહ્યો હતો અને તે ચાલુ ટેમ્પામાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો તેમજ સ્થાનિક લોકો દ્વારા આ વિડીયો ઉતારી દેવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવ્યો છે.

આ યુવક દ્વારા બજાર બજારમાં ચોરી કરતો હતો. આ વીડિયો સામે આવતા વ્યાપારી લોકો ખૂબ જ તંગ રહી ગયા હતા તેમજ આવો બનાવ સુરતના એક વિસ્તારમાં થઈ ચુકેલ છે અને વીડિયો વાઇરલ થતાં પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી છે.