સૂર્ય નમસ્કાર ‘ધ અલ્ટીમેટ આસન’ તરીકે પણ ઓળખાય છે. આ તમારી પીઠ તેમજ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે. તે મેટાબોલિઝમ અને રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. તેથી તમારી ત્વચા પર ગ્લો આવે છે. સૂર્ય નમસ્કાર મહિલાઓ માટે નિયમિત પીરિયડ્સને સુનિશ્ચિત કરે છે.
બ્લડ સુગર લેવલ ઘટાડે છે
સૂર્ય નમસ્કાર દરરોજ પ્રેક્ટિસ તમારા બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે અને તે હૃદયની ઘણી બીમારીઓને પણ દૂર રાખે છે.
પીરિયડ્સમાં કરે છે મદદ
સૂર્ય નમસ્કાર પીરિયડ્સના વધુ સારા નિયમનમાં પણ મદદ કરે છે. પેટના સ્નાયુઓને મજબૂત કરવા અને પીરિયડ્સ દરમિયાન દર્દને ઘટાડવા માટે દરરોજ આ કરો.
માનસિક સ્વાસ્થ્ય સુધરે છે
જો તમે દરરોજ સૂર્ય નમસ્કાર કરો છો તો તમે માત્ર તમારા શારીરિક દેખાવમાં જ નહીં પણ તમારા માનસિક રૂપમાં પણ પરિવર્તનનો અનુભવ કરશો. સૂર્યનમસ્કાર મેમરી અને નર્વસ સિસ્ટમને સુધારે છે.
અનિદ્રા
સૂર્ય નમસ્કાર તમારી ઊંઘની રીત સુધારવા માટે પણ મદદરૂપ છે. જે તમારા મનને શાંત કરવામાં મદદ કરે છે જેના કારણે તમને રાત્રે વધુ સારી અને શાંતિપૂર્ણ નીંદર આવે છે. એટલે કે તમે ઊંઘની ગોળીઓને હંમેશાં માટે ગુડ બાય કહી શકો છો.
પાચન તંત્ર માટે
સૂર્ય નમસ્કાર તમારા પાચન તંત્રને સારી રીતે ચલાવવામાં મદદ કરે છે . તે તમારા પાચન તંત્રમાં લોહીનો પ્રવાહ વધારે છે જેનાથી તમારા આંતરડાની સારી કામગીરી કરી શકે છે.
શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ
સૂર્ય નમસ્કાર તમને શ્વાસો શ્વાસની પ્રક્રિયાને કાર્યક્ષમ રાખવામાં મદદ કરે છે. જેથી ફેફસાંમાં સારી રીતે હવાની અવરજવર થાય છે અને લોહીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનયુક્ત રહેવા માટે તાજો ઓક્સિજન મળે છે. તે કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ઝેરી વાયુઓથી છુટકારો મેળવીને શરીરને મદદ કરે છે.
ચમકતી ત્વચા મેળવવા માટે
સૂર્ય નમસ્કાર તમારા બ્લડ સર્ક્યુલેશનને વધારે છે જેથી તમારી ત્વચા અને તમારા ચહેરાની ચમક પાછી આવે છે. તે કરચલીઓ અને ઝડપી વૃદ્ધત્વને રોકવામાં પણ મદદરૂપ છે. સારું પરિણામ મેળવવા માટે સૂર્ય નમસ્કાર દરરોજ કરવા જોઈએ