ડીમ્પલ કપાડિયાના બાળકો સની દેઓલને કહેવા લાગ્યા હતા ‘પપ્પા’, આ કારણે અધૂરી રહી ગઈ પ્રેમ કહાની

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી પ્રેમ કહાનીઓ છે જે શરુ તો થઇ પણ લગ્નના મુકામ સુધી ના પહોંચી. પછી એ અમિતાભ બચ્ચન રેખાની જોડી હોય કે પછી સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની જોડી હોય. આ કલાકારોની પ્રેમ કહાનીની ચર્ચા તો આજે પણ મશહૂર છે,  પરંતુ એ ક્યારેય પણ લગ્ન ના કરી શક્યા.

એક એવી જ પ્રેમ કહાની અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી ડીમ્પલ કપાડિયાની છે. કહેવાય છે કે એક સાથે ફિલ્મમાં કામ કરતા દરમિયાન સની દેઓલ અને ડીમ્પલ કપાડિયા એક બીજાને દિલ આપી બેઠા હતા. પણ એમનો સંબંધ વચમાં જ તૂટી ગયો. આવો જાણીએ, બંનેની પ્રેમ કહાની વિષે.પરિણીત હોવા છતાં પણ ડીમ્પલના પ્રેમમાં પડી ગયા હતા સની દેઓલ

જણાવી દઈએ કે, સની દેઓલે વર્ષ ૧૯૮૩ માં આવેલી ફિલ્મ ‘બેતાબ’ થી પોતાના કરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં એમની સાથે જાણીતી અભિનેત્રી અમૃતા સિંહ મહત્વના પાત્રમાં દેખાઈ હતી. બંનેની જોડીને ઘણી પસંદ કરવામાં આવી અને ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઇ.એ પછી સની દેઓલે મશહૂર અભિનેત્રી ડીમ્પલ કપાડિયા સાથે ‘મંજિલ મંજિલ’, ‘આગ કા ગોલા’ , ‘ગુનાહ’ , ‘નરસિમ્હા’ અને ‘અર્જુન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને આ ફિલ્મમાં કામ કરતા સમયે આ બંને વચ્ચે નિકટતા વધવા લાગી. પણ આ દરમિયાન સની દેઓલના લગ્ન પૂજા સાથે થઇ ચુક્યા હતા, તો ડીમ્પલ કપાડિયા પણ મશહૂર અભિનેતા રાજેશ ખન્નાની પત્ની બની ચુકી હતી. પણ એ છતાં એ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.ડીમ્પલના બાળકો સની દેઓલને કહેવા લાગ્યા હતા પપ્પા

સની દેઓલ અને ડીમ્પલ કપાડિયાના અફેયેરની ઘણી ચર્ચા થઇ હતી, જયારે ડીમ્પલની બહેન સિમ્પલ કપાડિયાના મોત દરમિયાન સની દેઓલ એમના ઘરે પહોંચ્યા હતા. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે એક સમયે તો ડીમ્પલ કપાડીયાની બંને દીકરી ટ્વિન્કલ અને રીન્કી ખન્ના સની દેઓલને નાના પપ્પા પણ કહેવા લાગી હતી.આવી ખબરોથી હેરાન સની દેઓલની પત્ની પૂજા એ એમને ધમકી આપી દીધી હતી કે એ પોતાના બાળકોને દૂર લઈને ચાલી જશે. એવામાં સની દેઓલે પોતાના પરિવારને બચાવવા માટે ડીમ્પલ કપાડિયાથી દૂરી બનાવી લીધી.

૨૦૧૭ માં ફરી થઇ હતી બબાલ

એ પછી થોડા વર્ષો માટે ડીમ્પલ અને સની દેઓલના અફેયરની ખબરો આવવાની બંદ થઇ ગઈ. પણ વર્ષ ૨૦૧૭ માં ફરી બબાલ થઇ. વાત એવી છે, વર્ષ ૨૦૧૭ માં સની દેઓલ અને ડીમ્પલ કપાડિયાના કેટલાક ફોટા સામે આવ્યા, જે મોનાકોના હતા એવું કહેવાતું હતું.કહેવાય છે કે એ બંને પરિણીત હોવા છતાં વિદેશ ફરવા ગયા હતા. જોકે એ વિષે ક્યારેય પણ સની દેઓલ અને ડીમ્પલ કપાડિયાએ વાત નથી કરી. એવામાં આ લેખ એની પુષ્ટિ નથી કરતો.

સની દેઓલની આવનારી ફિલ્મો

વાત કરીએ તો સની દેઓલના કામની તો એ અત્યારે પોતાની આવનારી ફિલ્મ ‘ગદર ૨’ ને લઈને વ્યસ્ત છે. આ ફિલ્મમાં એમની સાથે એક વાર ફરી મશહૂર અભિનેત્રી અમીષા પટેલ દેખાવાની છે. ખાસ વાત એ છે કે એની પહેલા ગદરના પહેલા ભાગે પણ ઘણી ધમાલ મચાવી હતી. તો ફેંસ પણ આ ફિલ્મને લઈને ઘણા ઉત્સાહિત  છે.