સુનીલ ગ્રોવર અને કપિલ શર્માએ સાથે મળીને લોકોનું શાનદાર મનોરંજન કર્યું છે. પ્રેક્ષકો પણ બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે. પરંતુ વિવાદ બાદ બંને અલગ થઈ ગયા હતા અને સુનીલે કપિલનો શો છોડી દીધો હતો. કપિલે સુનીલને શોમાં લાવવા માટે ઘણાં પ્રયત્નો કર્યા સુનીલ માન્યો નહીં. દર્શકો પણ બંનેને સાથે જોવા માટે ઘણાં ઉત્સુક છે.
જોકે બંને વચ્ચે હવે કડવાશ ઓછી થઈ છે કારણ કે બંને એકબીજાના જન્મદિવસ પર અથવા ખાસ પ્રસંગોએ એકબીજાને અભિનંદન આપતા રહે છે. તાજેતરમાં સુનીલે પણ બધાની સામે કપિલના વખાણ કર્યા હતા. હકીકતમાં એક અહેવાલ મુજબ, એક એવોર્ડ ફંક્શન દરમિયાન, શોના હોસ્ટ કરણ સિંહ છાબરાએ સુનીલ સામે ઘણા કલાકારોના નામ લીધા અને પછી પૂછ્યું કે આ કલાકારો કયા મંત્રાલયને સંભાળી શકે છે. જ્યારે સુનીલને કપિલ શર્મા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તેને હાસ્ય મંત્રાલય આપવું જોઈએ.

સુનીલ ગ્રોવરને પૂછવામાં આવ્યું કે શું તે ફરી કપિલ સાથે કામ કરવા માંગશે ? તેણે કહ્યું કે તેની શો સાથે ઘણી સુંદર યાદો જોડાયેલી છે અને જો પાછળથી કોઈ સારો પ્રોજેક્ટ મળશે તો તેઓ ચોક્કસપણે સાથે કામ કરશે. સુનીલે કહ્યું હતું કે, શો સાથે જોડાયેલી મારી ઘણી યાદો છે અને તે તમામ મારા માટે ખૂબ મહત્વની છે.

તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂ દરમિયાન કપિલે કહ્યું કે તે કેવી રીતે ઝલક દિખલા જા શોને હોસ્ટ કરવા ગયો, પરંતુ તેને રદ કર્યા બાદ તેણે કેવી રીતે કોમેડી શો બનાવ્યો. તેણે કહ્યુ હતુ કે તે ઝલક દિખલા જા શોને હોસ્ટ કરવા માટે એક પ્રોડક્શન હાઉસમાં ગયો હતો પરંતુ ત્યાં તેને એક મહિલા દ્વારા વજન ઉતારવાની સલાહ આપવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યુ હતુ કે પહેલા તેઓ વજન ઘટાડે. ત્યાર બાદ કપિલે શોના મેકર્સ સાથે વાત કરી અને તેમણે આ મહિલાને ફોન કરીને કપિલને લેવા કહ્યું હતું.