દિવાળીના આ સરળ ઉપાય આર્થીક સમસ્યાઓથી અપાવશે છુટકારો, માતા લક્ષ્મી કરશે ધન વર્ષા

જેમ કે તમે સૌ જાણો છો કે દિવાળીનો તહેવાર ધનની દેવી માતા લક્ષ્મીજીને સમર્પિત છે, આ દિવસ ધનની દેવી માતા લક્ષ્મીજીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. બધા દિવાળીથી થોડા દિવસો પહેલા જ ઘરની સાફ સફાઈ કરે છે, બધા એવું ઈચ્છે છે કે એમના ઘરે માતા લક્ષ્મીજીનું આગમન થાય અને એમના ઘરમાં માતા લક્ષ્મી આવીને એમને આશીર્વાદ આપે, જો તમારા પર માતા લક્ષ્મીજીનો આશીર્વાદ રહે તો તમને તમારા જીવનમાં પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન નહિ થાય, એ સિવાય જો તમે દિવાળીના કેટલાક ઉપાય કરો છો તો એનાથી તમારા જીવનમાં ચાલી રહેલ આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે.

આજે અમે તમને આ લેખ દ્વારા દિવાળીના દિવસે કરવામાં આવતા કેટલાક સરળ ઉપાયો વિષે જણાવવાના છે, જેની મદદથી તમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકો છો, અને માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા રહેશે, આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓથી જલ્દી છુટકારો મળશે.

દિવાળીના દિવસે કરો આ સરળ ઉપાયમાતા લક્ષ્મીજીની સવારી ઘુવડ છે, જો તમે દિવાળીની રાતે ઘુવડનો ફોટો તિજોરી પર લગાવો છો તો એનાથી માતા લક્ષ્મીજી કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા રહે છે, એવું કહેવાય છે કે ઘુવડ દરેક પૂનમના પીપળાના ચક્કર લગાવે છે અને ત્યાં લક્ષ્મીજી વિરાજમાન થાય છે, જો તમે ઘુવડનો ફોટો રાખો છો તો એનાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

તમે દિવાળીના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરતા સમયે કાળી હળદર અર્પિત કરો, અને પૂજા પછી હળદરને લાલ કપડામાં બાંધીને ધન રાખવાની જગ્યાએ રાખો, એનાથી તમારા જીવનમાં ધનની કમી દૂર થશે.જો તમે આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો એવામાં પીપળાના પાન પર દીવો કરી જળમાં પ્રવાહિત કરો.

તમે દિવાળીના દિવસે તુલસીના છોડની પૂજા કરો અને તુલસીના છોડ પર લાલ કે પીળા રંગના વસ્ત્ર અર્પિત કરો, એટલું કર્યા પછી તમે તુલસીના છોડના મૂળમાં એક દીવો જરૂર કરો.જો ઘર પરિવારમાં કોઈ ને કોઈ કારણસર ધનની હાનીનો સામનો કરવો પડતો હોય તો એવામાં તમે દિવાળીની પૂજા કર્યા પછી કાળા તલ હાથમાં લઈને ઘરના બધા સભ્યોના માથેથી સાત વાર ફેરવીને ફેંકી દો, એનાથી ધન હાનિ દૂર થાય છે.

જો તમે ઈચ્છો છો કે, તમારી આવકમાં વધારો થાય તો એવામાં તમે દિવાળીના દિવસે આખા અડદ, દહીં અને સિંદૂર લઈને પીપળાના મૂળમાં રાખો અને એક દીવો જરૂર કરો.

દિવાળીના દિવસે બધા પોતાની શ્રદ્ધાથી માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરે છે, અને ઘણા લોકો અલગ અલગ ઉપાય પણ અજમાવે છે, જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં પૈસાની કમી ના અનુભવાય, અને તમે તમારું જીવન ખુશી ખુશી પસાર કરી શકો, તો ઉપર જણાવેલ ઉપાયો દિવાળીના દિવસે તમે કરી શકો છો, આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આવકના સ્ત્રોત ખુલશે.