‘મારી બ્રાની સાઈઝ…’, શ્વેતા તિવારીની લપસી જીભ, ચર્ચિત કાર્યક્રમમાં આપ્યું વિવાદાસ્પદ નિવેદન!

કાર્યક્રમમાં જ્યારે અભિનેત્રી બાકીના લોકોની સાથે સ્ટેજ પર બેઠી હતી, તે જ સમયે શ્વેતાના મોઢામાંથી આ વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યું-

ખૂબ જ સુંદર અને બોલ્ડ અભિનેત્રી શ્વેતા તિવારીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમના મોઢામાંથી કેટલાક વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યા હતા. આ પછી હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અભિનેત્રી શ્વેતા તિવારી વિવાદમાં ફસાઈ શકે છે. અભિનેત્રી શ્વેતા તિવારી ટૂંક સમયમાં એક વેબ સિરીઝમાં જોવા મળવાની છે. શ્વેતા તિવારી આ સીરિઝની જાહેરાત કરવા ખુદ ભોપાલ ગઈ હતી. જ્યારે અભિનેત્રી કાર્યક્રમમાં બાકીના લોકોની સાથે સ્ટેજ પર બેઠી હતી, તે જ સમયે શ્વેતાના મોંમાંથી આ વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યું – ‘મારી બ્રાની સાઈઝ…’. તે સમયે વેબ સિરીઝની આખી કાસ્ટ શ્વેતા સાથે સ્ટેજ પર બેઠી હતી. જ્યારે સ્ટેજ પર કોઈ વાતને લઈને હળવી મજાક ચાલી રહી હતી ત્યારે આ ઘટના ઘટી.

શ્વેતાના આ નિવેદન પર લોકોએ પ્રતિક્રિયા આપી હતી



શ્વેતાનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે અનેક લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. વીડિયો જોઈને કેટલાક લોકો એવું કહેતા જોવા મળ્યા કે શ્વેતા શું બોલી રહી છે તે નથી જાણી શકતી, તો કોઈએ કહ્યું- ‘બેશરમ કી હદ હૈ’.



તમને જણાવી દઈએ કે, શ્વેતા તિવારીએ ફેન્સને કહ્યું હતું કે તે ટૂંક સમયમાં એક નવા પ્રોજેક્ટ સાથે જોડાવા જઈ રહી છે. આને લગતા, તેણે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ શેર કરી. અભિનેત્રીએ તેમાં શૂટ પહેલા તેના મેક-અપ સેશનની ઝલક બતાવી હતી. અભિનેત્રીએ વિકાસ કલંત્રીની પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં, શ્વેતાને તેની નવી શરૂઆત માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.



આ પહેલા શ્વેતા ‘ખતરો કે ખિલાડી’ની 11મી સીઝનમાં પણ જોવા મળી ચુકી છે. આ શોમાં તે સ્પર્ધક તરીકે જોવા મળી હતી, આ શોનો વિજેતા અર્જુન બિજલાની હતો. આ શો દરમિયાન પણ શ્વેતા ઘણી ચર્ચામાં રહી હતી. શોમાં પણ તે બાકીના સ્પર્ધકોને ટફ કોમ્પિટિશન આપતી હતી.