રમેશ મહેતા પર લાગ્યો મી-ટુ જેવો આરોપ, આ અભિનેત્રીએ લગાવ્યો આક્ષેપ…

આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે બોલીવુડમાં આવનાર-નવાર સેક્સ્યુઅલને લગતી ઘટનાઓ સામે આવતી જ રહે છે. અભીનેત્રીઓ મી-ટુ દ્વારા પોતાની સાથે થયેલા ખરાબ બનાવોને શેર કરતી હોય છે. જે ફિલ્મજગતની પડદા પાછળની શરમજનક બાબતો હોય છે.વર્ષો પછી ગુજરાતી સીનેમાની લોકપ્રિય અભિનેત્રીએ ગુજરાતી સિનેમાના દિગ્ગજ ગણાતા અભિનેતા રમેશ મહતા વિશે ચોંકાવનારી વાત કહી છે. ભાવીની જાની એ મી-ટુ દ્વારા કહ્યું કે ગુજરાતી ફિલ્મમાં ડાયરેકટર, રાઇટર અને હાસ્ય સમ્રાટ ગણાતા રમેશ મહેતા સાથે મારો ખૂબ જ ખરાબ અનુભવ રહ્યો છે. જે મેં આજ દિન સુધી નથી કહ્યો.આપણે સૌ કોઈ જાણીએ છે રમેશ મહેતા એક લોકપ્રિય કલાકાર છે. ભાવીની જાની એ કહ્યું કે રમેશ મહેતાએ મને કોન્ડમ બતાવેલા. ભાવીનીએ જાહેરમાં ત્યારે કહ્યું જ્યારે તેઓ હયાત પણ નથી. વધુમાં તેમણે કહ્યું કે રમેશ મહેતાં રાક્ષસ હતા. ઘરડાં થઈ ગયા ત્યારે પણ તેઓ કહેતાં કે મારો એક પગ કબરમાં હોય અને હું મૃત્યુ પામું ત્યાં સુધી રોજ રાતે એક નવી મને જોઈએ.

હું સાવ નવી આ ઉદ્યોગમાં આવી હતી ત્યારે મને એક વખત તેમણે બોલાવી હતી અને કહ્યું હતું કે લે દારુ પી. મેં કહ્યું કે હું દારૂ નથી પિતી. મને ન ગમે તે રીતે તેઓ મારી સામે જોવા લાગ્યા હતા. માલવ પતિ મૂંજ અને રાજા ભરથરી જેવી ગુજરાતની સુપરહીટ ફિલ્મ આપનાર રમેશ મહેતા મારી સામે તાકીને જોઈ રહ્યાં હતાં.બે લોકોને બોલાવીને કંઇક વસ્તુ આપી અને પછી મને કહ્યું કે હું આ પણ સેવા કરું છું. મેં પૂછ્યું શું સેવા કરો છો ? તેમણે તરત કહ્યું કે આ છોકરાઓ લઈ ગયા તે કોન્ડોમ હતા. હું હંમેશાં સાથે આ રાખું છું. જેમને જરૂર હોય તેમને આપું છું.

હું ઊભી થઈને ત્યાંથી ચાલી નીકળી હતી. બીજે દિવસે તેમનો નશો ઉતર્યો એટલે મેં કહ્યું જે વેચાતું હોય તેને ખરીદજો. પણ હું તેમાંની નથી. પછી રમેશ મહેતાએ મારો હિરોઈન તરીકેનો રોલ ટુંકાવી દીધો હતો. આખી સ્ક્રીપ્ટ જ બદલાવી નાખી હતી. ફિલ્મમાં મારા પાત્રને મારી નાંખ્યું અને મારું શૂટિંગ પૂરું કરાવી દીધું હતું.