વડાપ્રધાનનું ટ્વીટ:ફ્લાઇટમાં પણ કામ કરે છે PM મોદી, કહ્યું- લાંબા પ્રવાસનો અર્થ ફાઇલવર્ક, સોશિયલ મીડિયામાં લોકોએ પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી સાથે કરી સરખામણી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ત્રણ દિવસના પ્રવાસ માટે અમેરિકા ગયા છે. તેમણે અમેરિકા જતા પોતાના ટ્વિટર હેન્ડલમાં એક ફોટો શેર કર્યો છે. જેમાં તેઓ કેટલીક ફાઈલોને તપાસતા જોવા મળી રહ્યાં છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે લાંબા પ્રવાસનો અર્થ પેપરવર્ક. આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રી સાથે કરી છે.



કહેવાય છે કે છેલ્લાં સાત વર્ષમાં તેમણે એક દિવસ પણ રજા લીધી નથી. તેઓ દિવસમાં લગભગ 18 કલાક કામ કરે છે. તેનું ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું છે જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસ માટે રવાના થયા હતા. પીએમ ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ માટે બુધવારે રવાના થયા છે. અમેરિકા પહોંચતાં પહેલાં વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેઓ કેટલીક ફાઈલો જોતા દેખાઈ રહ્યા છે.



તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે લાંબા પ્રવાસનો અર્થ પેપરવર્ક. એની સાથે જ તેમણે ફાઈલ ચેક કરતાં ફોટા પણ શેર કર્યા છે. વડાપ્રધાન મોદી સવારે લગભગ 3.30 વાગ્યે વોશિંગ્ટનના એન્ડ્રયુઝ એરબેઝ પર પહોંચ્યા હતા. કોવિડ-19 મહામારી પછી આ, પડોશી દેશોને છોડીને પીએમ મોદીની પ્રથમ વિદેશીયાત્રા છે. પીએમ મોદી ભારતીય ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની સાથે એર ઈન્ડિયા વન બોઈંગ 777 વીવીઆઈપી વિમાનની સાથે બુધવારે સવારે 11 વાગ્યે અમેરિકા માટે રવાના થયા હતા.



આ પ્રવાસને ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવી રહ્યો છે. કારણ કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી પ્રથમ વખત જો બાઈડન સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરશે. મોદી પણ આ પ્રવાસને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. તેમણે રવાના થતાં પહેલાં ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.



પીએમ મોદી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ છે. મોદી પેન લઈને કાગળમાં કંઇક લખતા દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તસવીરની સાથે એક કેપ્શન પણ લખ્યું છે. ફ્લાઈટમાં કામ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તસ્વીર ખૂબ વાઈરલ થઈ છે. સોશિયલ મીડિયામાં લોકો તેમની સરખામણી પૂર્વ પ્રધામંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી સાથે કરી રહ્યા છે.