દિવાળી પર બાળકો માટે બનાવો પિઝ્ઝા સમોસા, જાણો રેસીપી

દિવાળીમાં બહુ ઓછો સમય વધ્યો છે. દિવાળીને લઈને બાળકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે. દિવાળીના દિવસે બાળકોને મીઠું ખાવાની ઈચ્છા નથી થતી. દિવાળીમાં તમે તમારા બાળકો માટે નાસ્તો બનાવી શકો છો. દિવાળીના દિવસે બાળકોને નાસ્તો ઘણો પસંદ આવે છે. બાળકોને પિઝ્ઝા સમોસા ડીલીશિયસ સ્નેક જરૂર ગમશે. પિઝ્ઝા સમોસા તમે ઘરે જ સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ પિઝ્ઝા સમોસા બનાવવાની સ્વાદિષ્ટ રેસીપી, જે તમે દિવાળી પર જરૂર ટ્રાય કરજો.

પિઝ્ઝા બનાવવાની સામગ્રી

  • ૧ કપ મેંદો
  • મોઝરેલા ચીઝ
  • એક શિમલા મરચું કાપેલું
  • એક ચમચી પિઝ્ઝા સોસ
  • એક કપ મોઝરેલા ચીઝ છીણેલ
  • ત્રણ ચમચી તેલ
  • બે ડુંગળી કાપેલ

પિઝ્ઝા સમોસા બનાવવાની વિધિ

પિઝ્ઝા સમોસા બનાવવા માટે સૌથી પહેલા મેંદો, મીઠું, તેલ અને પાણી ઉમેરીને લોટ બાંધી લો. sકોઈ મુલાયમ કપડાથી લોટ ઢાંકી દો.

એ પછી એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરીને ડુંગળી સાંતળી લો. એ પછી શિમલા મરચું, પિઝ્ઝા સોસ, મીઠું અને ચીઝ બધી વસ્તુઓ નાખીને સારી રીતે સાંતળી લો.

મિશ્રણ તૈયાર થયા પછી લોટ લઇ રોટલી બનાવી લો. એ પછી રોટીમાં સ્ટફ ભરીને પાણી લગાવીને કિનારીને સીલ કરી દો.

એ પછી કઢાઈમાં તેલ ગરમ કરો અને સમોસા તળી લો. સમોસા ગોલ્ડન થયા પછી પીરસો.