હવે સૈફ અલી ખાનને ચાર બાળકો કરીને થઇ રહ્યો છે પસ્તાવો, બાળકોને લઈને આપ્યું આ મોટું નિવેદન

જેવું કે આપણને સૌ ને ખબર છે કે જીવનમાં લગ્ન એક જ વાર કરવામાં આવે છે, અને એવામાં સૌ કોઈ એવું પણ ઈચ્છે છે કે એમના લગ્ન એ રીતે થાય કે સદીઓ સુધી યાદ કરવામાં આવે. જોકે, એવામાં દુનિયામાં કેટલાક લોકો આ વિચારની એકદમ વિપરીત પણ હોય છે અને એમનું એ માનવું છે કે લગ્નમાં વધારે પૈસા બરબાદ ના કરવા જોઈએ. એમનું માનવું છે કે બસ ખાસ લોકોને બોલાવવામાં આવે અને સાદગીથી કરવામાં આવે.



આ બાબતે બધાની પોતાની જ ભાવના હોય છે કારણકે સમાજ સાથે વ્યક્તિ જે રીતે સંબંધિત હોય છે એ એ પ્રકારે જ કામ પણ કરે છે પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે, જેની ઈચ્છા એક ભવ્ય લગ્નની નથી હોતી પરંતુ પરિવાર એવી અલગ જ પ્રજાતિ છે. એવું જ કાંઇક અલી ખાન અને કરીના કપૂરના લગ્નમાં થયું હતું, વાત એવી છે કે આ બંને એકદમ સામાન્ય લગ્ન ઇચ્છતા હતા પરંતુ પટૌડી ખાનદાનમાં લગ્ન સામાન્ય કેવી રીતે હોઈ શકે, પરિણામે આ લગ્ન પણ બોલીવુડના સૌથી મોંઘા લગ્નમાં શામેલ થઇ ગયા હતા.



લગ્ન પર વાત કરતા પહેલા અમે તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ફિલ્મ ટશનના સેટ પર એકબીજાની નજીક આવી ગયા અને આ બંને એ એકબીજાને ૫ વર્ષ સુધી ડેટ કર્યા હતા અને પછી વર્ષ ૨૦૧૨ માં એકબીજા સાથે રહેવાનો નિર્ણય કર્યો અને રજીસ્ટર વેડિંગ કરીને હમસફર બનીને ખુશહાલ જીવન જીવી રહ્યા છે, જોકે એ પછી જોવાયું હતું કે મહેંદીની રસમો અને પીઠીના ફોટા સંગીતની રસમ જે એકદમ ધામધૂમથી કરવામાં આવી હતી અને એ સાથે જ એમણે એક ભવ્ય રીસેપ્શન પણ આપ્યું હતું. એવામાં સૂત્રોનું માનીએ તો સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નમાં ૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.



પરંતુ હવે જયારે બીજા લગ્ન થઇ ગયા છે તો સૈફ અલી ખાનને હવે પોતાના બાળકોના લગ્નની ચિંતા થવા લાગી છે, અભિનેતાએ પોતાની આ ચિંતા કપિલ શર્માના શો માં વ્યક્ત કરી છે. વાત એવી છે કે કપિલ શર્માના શો માં જૈક્લીન, સૈફ અલી ખાન અને યામિ ગૌતમ પોતાની ફિલ્મ પ્રમોશન માટે પહોંચ્યા હતા અને અહિયાં સૈફ અલી ખાને જણાવ્યું કે એમણે અને કરીના કપૂરે પણ એક સામાન્ય લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પણ જોતા જોતા જ આ લગ્ન એક મોટા લગ્નમાં ફેરવાઈ ગયા. સૈફ અલી ખાને આ વિષે વાત કરતા આગળ જણાવ્યું કે જયારે અમે લગ્ન કર્યા હતા તો અમે નક્કી કર્યું હતું કે ફક્ત એકદમ નજીકના પરિવારના લોકોને જ બોલાવીશું પરંતુ કપૂર પરિવાર છે જેમના ઓછામાં ઓછા ૨૦૦ લોકો છે. સૈફ અલી ખાન ખુદ પણ ૪ બાળકોના પિતા છે, એટલે એમના લગ્ન પણ ધામધૂમથી કરવાના જ છે, એ વિચારીને સૈફ અલી ખાન કહે છે કે મને ખૂબજ ડર લાગે છે મોંઘા લગ્નથી મારા ૪ બાળકો છે, મને ઘણો ડર લાગી રહ્યો છે.