મહિમા ચૌધરી જ નહીં, આ સ્ટાર્સને પણ આ બીમારીથી પસાર થઇ ચૂકયા છે અને હવે એમની થઈ ગઈ આવી હાલત

અભિનેત્રી કેન્સરથી પીડિતઃ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘પરદેસ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. 48 વર્ષીય અભિનેત્રીની કીમોથેરાપી ચાલી રહી છે, જેના કારણે અભિનેત્રીએ માથું મુંડાવ્યું છે. પરંતુ મહિમા એકમાત્ર અભિનેત્રી નથી જે આ ગંભીર બીમારી સામે લડી રહી છે. મહિમા પહેલા બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ કેન્સર જેવી બીમારીથી પીડિત રહી છે. સારવાર દરમિયાન જુઓ આ સુંદરીઓની કેવી હાલત થઈ હતી.આયુષ્માન ખુરાનાની પત્ની અને લેખિકા તાહિરા કશ્યપ બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. આ બિમારીની સારવાર દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની સ્થિતિની ઘણી તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ ચાહકો સાથે ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તેની પીઠ પર બ્રેસ્ટની બાજુમાં કટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ સાથે અભિનેત્રીએ ટ્રીટમેન્ટ દરમિયાન પોતાના વાળ કપાવી લીધા હતા.સોનાલી બેન્દ્રે પણ કેન્સરની ઝપેટમાં હતી. જોકે હવે અભિનેત્રી કેન્સર મુક્ત છે. કેન્સરની સારવાર દરમિયાન અભિનેત્રીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, જેનું દર્દ અભિનેત્રીએ ઘણી વખત સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યું હતું.મનીષા કોઈરાલા અંડાશયના કેન્સરથી પીડિત હતી. જેની સારવાર માટે અભિનેત્રી યુએસ ગઈ હતી. સારવાર દરમિયાન મનીષાએ તેના સોશિયલ મીડિયા પર ઘણી વખત તસવીર શેર કરી હતી. હાલમાં, અભિનેત્રી હવે કેન્સર મુક્ત છે.લિસા પણ કેન્સર સામે લડી ચુકી છે. લિસાનું નામ તે હિરોઈનોમાંનું એક છે જેણે કેન્સરથી પીડિત હોવાની જાણકારી ચાહકોને સૌથી પહેલા આપી હતી. અભિનેત્રીએ સારવાર દરમિયાન પોતાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તેને ઓળખવી મુશ્કેલ બની રહી હતી.કિરણ ખેર પણ કેન્સરથી પીડિત છે. અભિનેત્રીએ આ માહિતી એપ્રિલ 2021ના રોજ આપી હતી. હાલમાં, અભિનેત્રી હવે કેન્સર મુક્ત છે અને કામ પર પાછી ફરી છે.જાણીતી ટીવી અભિનેત્રી છવી મિત્તલ પણ બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાની મુશ્કેલી શેર કરી હતી.