હિન્દૂ ધર્મશાસ્ત્રમાં તુલસીના છોડને ખાસ મહત્વ આપવામાં આવે છે. કદાચ જ કોઈ એવું હિન્દૂ ઘર હશે જે ઘરમાં તુલસીનો છોડ ના હોય. તુલસીના છોડની પૂજા દરેક ઘરમાં કરવામાં આવે છે અને એને હિન્દૂ ધર્મમાં સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવવા જઈ રહ્યા છે કે તુલસીના છોડની નજીક કેટલીક એવી વસ્તુઓ છે જેને ભૂલમાં પણ નજીક ના રાખવી જોઈએ. આજે અમે જે વસ્તુઓ વિષે તમને જણાવવા જઈ રહ્યા છે એ હકીકતમાં તુલસીના છોડની નજીક રાખવાથી એવું માનવામાં આવે છે કે મુશ્કેલીઓ તમારા ઘરમાં આવે છે. તો ચાલો હવે વધારે મોડું ના કરતા તમને એ વસ્તુઓ વિષે જણાવી દઈએ.
જેમ કે તમે બધા જાણો છો કે હિન્દૂ ધર્મમાં તુલસીના છોડને સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે અને આ છોડની પૂજા અર્ચના એક દેવીના રૂપમાં કરવામાં આવે છે. હવે જે વસ્તુઓને તુલસીના છોડ નજીક ના રખાય , એમાં સૌથી પહેલી વસ્તુ છે ભીના કપડાં. ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે કેટલાક લોકો તુલસીના છોડ નજીક જ ભીના કપડાં સુકવી દેતા હોય જયારે શાસ્ત્રોમાં એવું લખેલું છે કે જો તુલસીના છોડ નજીક કોઈ ભીના કપડાં સુકાવે છે તો એનાથી તુલસી માતા નારાજ થઇ જાય છે અને ઘરમાં મુસીબતોનો પહાડ તૂટી પડે છે.જણાવી દઈએ કે તુલસીના છોડ નજીક ભીના કપડાં સૂકવવાથી નકારાત્મક શક્તિ ઘરમાં આવે છે અને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી. માટે કોઈ પણ ભીના કપડાને તુલસીના છોડ નજીક ના સુકાવવા જોઈએ.
એ સિવાય પણ જે વસ્તુઓ છે એમાં સૌથી મુખ્ય વસ્તુ છે તુલસીના છોડ નજીક ગંદગી ના ફેલાવવી જોઈએ અને આ વાતની કાળજી જરૂર લેવી જોઈએ કે તુલસીના છોડ નજીક કોઈ પણ પ્રકારની ગંદગી ના હોય. તુલસીના છોડની આસપાસ હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે એ જગ્યા એકદમ સાફસુથરી રહે અને કોઈ પણ પ્રકારની ગંદગી ના ફેલાય.

ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે કેટલાક લોકો તુલસીના છોડમાં ગણેશજી અથવા તો બીજા કોઈ ભગવાનની મૂર્તિ રાખી દે છે. તમને જણાવી દઈએ કે એવું કરવું એ પણ કોઈપણ પરિસ્થિતિમાં યોગ્ય માનવામાં આવતું નથી. શાસ્ત્રોમાં લખેલું છે કે તુલસીના છોડની પાસે બીજા કોઈ જ દેવી દેવતાઓનું મૂર્તિ ના રાખવી કારણકે એનાથી ઘરમાં ગરીબી આવે છે અને પૈસાની તંગીથી બચવા માટે તુલસીના છોડ પાસે કોઈ પણ નવા અને ખાસ તો ગણેશજીની મૂર્તિ ના રાખવી જોઈએ , એ સિવાય તમને જણાવી દઈએ કે તુલસીના છોડ પાસે ભૂલમાં પણ ચપ્પલ કે બુટ ના રાખવા જોઈએ કારણે એને અશુદ્ધ અને અપવિત્ર માનવામાં આવે છે. માટે જ જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું નહીતો તમારે પછીથી પસ્તાવું પડી શકે છે.