જાણો નવરાત્રીમાં કઈ રાશિ પર વરસી રહી છે માતારાનીનો કૃપા? ૩ રાશિઓને ફાયદો જ ફાયદો છે

માં દુર્ગાની ઉપાસનાનો પર્વ શારદીય નવરાત્રીની શરુઆત ૭ ઓક્ટોબરથી થઇ ચુકી છે. આ પર્વ ૭ ઓક્ટોબરથી શરુ થઈને ૧૪ ઓક્ટોબર સુધી આ પર્વ ચાલશે. ૧૫ ઓક્ટોબરના રોજ દશેરા કે વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવાર નવ દિવસોનો છે અને આ સમયમાં માતા દુર્ગાના ૯ અવતારોની પૂજા કરવામાં આવે છે. માતાના ભક્ત આ દરમિયાન માતાનો આશીર્વાદ મેળવવા માટે દ્રઢ વિશ્વાસ સાથે એમની ઉપાસના કરે છે. આ દરમિયાન ઘણા મંત્રો નો પાઠ કરવામાં આવે છે. સાથે જ માં દુર્ગાના અલગ અલગ રૂપો માટે પ્રસાદ ચડાવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ શુક્લ પક્ષનો સમય છે, એટલે ચાંદ રોજ તેજ થતો જાય છે. સાથે જ વધારે ઉર્જા ફેલાવી રહ્યો છે. જ્યોતિષમાં ચાંદ મન અને ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ઉજ્જવળ ચંદ્રમાં અને તહેવારને લીધે આનંદમય વાતાવરણની સાથે ભક્ત ઘણું પ્રસન્ન અનુભવે છે. તમને જણાવીએ કે નવરાત્રી ૨૦૨૧ ની તમારી રાશિ પર કેવી અસર થવાની છે?

મેષ રાશિ

મેષ રાશિના લોકોના આવકના નવા રસ્તા ખુલતા જઈ રહ્યા છે. આ સમય તમારું મન અસમંજસની સ્થિતિમાં હોઈ શકે છે. શાંત રહેવાના પ્રયત્ન કરો અને ક્રોધથી દૂરી જાળવો.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને બહારથી સહયોગ મળશે. આકસ્મિક અવસર મળી શકે છે. તમારા સેવકો સાથે દુર્વ્યવહાર ના કરો.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા માટે એમણે પહેલા કરેલ પ્રયત્નનું ફળ મેળવવાનો સમય આવી ચુક્યો છે. નોકરી સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓનું નિવારણ આવશે. તમે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો.

કર્ક રાશિ

આ રાશિના જાતકોને નોકરીમાં પ્રશંસા મળી શકે છે અને પ્રગતિના પણ યોગ બની રહ્યા છે. એ સિવાય નવા સ્ત્રોતથી આવક થઇ શકે છે. વિલાસિતા પર પૈસા બરબાદ ના કરો.

સિંહ રાશિ

આ લોકોના વ્યવસાય સાથે જોડાયેલ કેટલીક વાતોનું નિવારણ આવી શકે છે. એમને સરળતાથી ધન લાભ થઇ શકે છે. પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ બનાવી રાખવાના પ્રયત્ન કરો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને સફળતા મેળવવા માટે ક્યાંકથી સહયોગ મળી શકે છે. એક થી વધારે નોકરીના અવસર મળી શકે છે, પરંતુ નોકરી બદલતા પહેલા વિચારો.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ સખ્ત મહેનત કરવી પડી શકે છે. નોકરીની સમસ્યાનું સમાધાન મળી શકે છે. આ લોકોનું મન અસ્થિર રહી શકે છે. કોઈ પણ સરકારી નિયમ પર દલીલ કે તોડફોડ ના કરો.

વૃષિક રાશિ

આ લોકોની આર્થિક સ્થિતિ અનૂકૂળ થઇ શકે છે. તમારા માટે વેપારના નવા અવસર જોવા મળી રહ્યા છે. મહિલાઓને સમ્માન આપો.

ધન રાશિ

તમને તમારી પસંદની નોકરીના અવસર મળી શકે છે. આ જાતકો માટે બેરોજગારીનો સમય સમાપ્ત થઇ શકે છે. કેટલાક સંપતિના લાભના યોગ દેખાઈ રહ્યા છે. કોઈ સાથે તીખી દલીલથી બચો.

મકર રાશિ

આ રાશિના જાતકો માટે પ્રગતિના અવસર મળી શકે છે. પણ એમને પોતાના કરિયરમાં કાંઇક ગડબડી જોવા મળી શકે છે. નોકરીમાં તમને ફાયદો મળી શકે છે. વૃદ્ધજનોને પ્રણામ કરો.

કુંભ રાશિ

કુભ રાશિવાળા માટે વેપાર લાભના સ્ત્રોત વધી શકે છે. નોકરીમાં આવતી અડચણો ખત્મ થઇ શકે છે અને કેટલીક સમસ્યાઓનું નિવારણ આવી શકે છે.

મીન રાશિ

મીન રાશિના લોકોને આ સમયમાં પોતાના મિત્રોનો સહયોગ મળી શકે છે. નોકરીમાં સ્થિરતા મળી શકે છે. કોઈ સંપતિથી લાભના યોગ બનતા દેખાઈ રહ્યા છે. ઉર્જાવાન અનુભવ કરી શકો છો પણ શાંત રહેવાના પ્રયત્ન કરો અને બિનજરૂરી દલીલ કોઈ સાથે ના કરો.