ગુજરાતી સિનેમાના ‘રજનીકાંત’ એટલે નરેશ કનોડીયા, જાણો ઢોલીવુડના મહાનાયક વિશેની અજાણી વાતો…

નરેશ કનોડીયા ગુજરાતી સિનેમાના પીઢ અભિનેતા છે. તેમણે ગુજરાતી સિનેમાના રજનીકાંત પણ કહેવામાં આવે છે. ઢોલીવુડના મહાનાયક તરીકે પણ તેઓ પ્રખ્યાત છે. શું તમે જાણો છો કે કનોડિયા અટક કઈ રીતે પડી? આજે અમે તમને નરેશ કનોડિયા સાથે સંબંધિત કેટલીક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે ભાગ્યે જ તમે જાણતા હશો.

ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા એવા નરેશ કનોડિયાનો જન્મ મહેસાણા જિલ્લાના મોઢેરા નજીક આવેલા કનોડા ગામમાં 20 મી ઓગસ્ટ 1943માં થયો હતો.નરેશ કનોડીયા એ ગુજરાતી સિને જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે બિલીમોરીયા અટક વિશે તેમણે સાંભળ્યું ત્યારબાદ તેમને માહિતી મળી કે બિલીમોરિયા અટક બીલીમોરા ગામ પરથી પડી છે. તેનાથી પ્રભાવિત થઈને તેમણે પણ પોતાની અટક કનોડા ગામ પરથી કનોડિયા કરી.

નરેશ કનોડીયા ના પિતાનું નામ મીઠાભાઇ કનોડીયા તથા માતાનું નામ દલી બેન હતું. તેમના માતા-પિતા વણાટકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. નરેશ કનોડિયા નું બાળપણ ખૂબ ગરીબીમાં વિત્યુ. નરેશ કનોડિયાને ત્રણ ભાઈઓ હતા મહેશ કનોડિયા, શંકર કનોડિયા તથા દિનેશ કનોડીયા, ઉપરાંત તેમને ત્રણ બહેનો હતી નાથીબેન, કંકુબેન તથા પાણી બેન. નાનપણથી જ નરેશ કનોડિયાને એક્ટિંગમાં રસ હતો. નાનપણથી જ તેમણે મોટાભાઈ મહેશ કનોડિયા સાથે સ્ટેજ પર પરફોર્મન્સ આપવાનું શરૂ કર્યું હતું.80ના દાયકામાં ગુજરાતી સિને જગતમાંથી વિદેશ પ્રવાસ કરનારી મહેશ-નરેશ ની જોડી પ્રથમ હતી. નરેશ કનોડિયાએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’ થી કરી હતી. નરેશ કનોડિયાના અંગત જીવન વિશે વાત કરીએ તો તેમણે રીમાં કનોડિયા સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર છે હિતુ કનોડિયા.

નરેશ કનોડિયાની ફિલ્મો વિશે વાત કરીએ તો તેમણે ઢોલામારુ, ઢોલી, મેરુમાલણ, રાજ રાજવણ, ઊંચી મેડી ને ઊંચા મોલ, હિરણને કાંઠે, સાજણ તારા સંભારણા, મોતી વેરાણા ચોકમાં, પરદેશી મણીયારો જેવી યાદગાર ફિલ્મ તેમણે આપી છે. તેમણે રોમા માણેક, સ્નેહલતા જેવી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયા અને સ્નેહલતાની જોડીને ગુજરાતમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.