મુકેશ અંબાણીએ ૭૫૦ કરોડમાં ખરીદી શાનદાર હોટલ, અંદરના ફોટા થયા વાયરલ

મિત્રો આ વાતમાં કોઈ બે મત નથી કે જયારે પણ અમીરોની વાત થાય છે તો અત્યારના સમયમાં પ્રચલિત થઇ રહેલ એક એવું નામ જે આજે કદાચ જ કોઈ એવું વ્યક્તિ હશે જે નહીં જાણતું હોય. મુકેશ અંબાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે અને પોતાની અંગત સંપતિની સાથે દુનિયાના છત્રીસમાં સૌથી અમીર વ્યક્તિ છે અને તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ, ચેરમેન, મેનેજર, ડિરેક્ટર અને સૌથી મોટા શેરહોલ્ડર છે. આ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી 500 કંપનીમાંથી એક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેમનો અંગત હિસ્સો 48 ટકા છે. તો હાલમાં જ , મુકેશ અંબાણીએ યુએસમાં 728 કરોડની કિંમતની એક આલીશાન હોટેલ ખરીદી છે, જેને લઈને તેઓ ખૂબ જ ચર્ચામાં છે. આજે અમે આ લક્ઝુરિયસ હોટેલ વિશે વાત કરવાના છે.તમને જણાવી દઈએ કે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી આ દિવસોમાં લક્ઝરી રિયલ એસ્ટેટમાં ઘણો રસ વ્યક્ત રહ્યા છે. હાલમાં જ મુકેશ અંબાણીએ અમેરિકાના ન્યુયોર્કમાં એક વિશાળ લક્ઝરી હોટેલ ખરીદી છે. કહેવાઈ રહ્યું છે કે આ હોટલ હોલીવુડનું મનપસંદ ઠેકાણું છે. માહિતી પ્રમાણે , શનિવારે ન્યૂયોર્કમાં ૯.૮૧ કરોડ ડોલર એટલે કે 728 કરોડ રૂપિયામાં પ્રીમિયમ લક્ઝરી હોટલ ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ દ્વારા એક વર્ષથી ઓછા સમયમાં પ્રખ્યાત હોટેલની આ બીજી જાહેરાત છે. ગયા વર્ષે એપ્રિલમાં, રિલાયન્સે બ્રિટેનમાં સ્ટોક પાર્ક લિમિટેડને પોતાના હસ્તગત કરી હતી. ન્યુ યોર્કના પ્રાઇમ લોકેશન પ્રિસ્ટીન સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલ પાસે આવેલી આ હોટેલ વર્ષ 2003માં બનીને તૈયાર થઇ છે. તેમાં 248 રૂમ અને સ્યુટ છે. અહીં રહેવા માટે રોજના ઓછામાં ઓછા 55 હજાર રૂપિયા ખર્ચવા પડશે. આ હોટેલમાં સૌથી સસ્તો રૂમ પ્રતિ દિવસ ૭૪૫ ડોલરમાં મળે છે.તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સૌથી સસ્તા રૂમની વાત તો થઈ ગઈ અને હવે વારો છે આ હોટલના સૌથી મોંઘા રૂમના ભાડા વિષે જાણવાનો. આ અંબાણી હોટલના ઓરિએન્ટલ સ્યુટનું ભાડું સાંભળીને તમારા હોશ ઉડી જશે. એમાં એક રાત વિતાવવાનું ભાડું 14 હજાર ડોલર એટલે કે 10 લાખ રૂપિયાથી પણ વધારે છે. જી હા… હોટેલમાં એનાથી પણ વધારે બે શાનદાર વિકલ્પો છે. 53મા માળે આવેલ પ્રેસિડેન્શિયલ સ્યુટ અને સ્યુટ 5000ની કિંમત હજી વધારે છે. આયર્લેન્ડના અભિનેતા લિયામ નીસન, અમેરિકન એક્ટર લ્યુસી લિયુ, હોલીવુડ એક્ટર દેવ પટેલ જેવા ડઝનબંધ કલાકારો આમાં રોકાય છે.બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ પ્રમાણે , કોરોના મહામારી દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની અંગત સંપત્તિમાં પણ ઘણો વધારો થયો છે અને હવે તેમની સંપત્તિ ૯૨.૯ અરબ ડોલર થઈ ગઈ છે, અને એટલે તેઓ ભારતના સૌથી અમીર વ્યક્તિ અને વિશ્વના અગિયારમા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. જોકે, થોડા દિવસોથી તો તેઓ ટોપ-10માં પણ આવી ગયા છે. તમને જણાવી દઈએ કે હજી પણ એલન મસ્ક દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન છે, જેમની સંપત્તિ ૩૦૦ અરબ ડોલરને પાર થઈ ગઈ છે. તો આ માહિતી વિષે તમારું શું કહેવું છે?