મિર્ઝાપુરના પ્રખ્યાત એક્ટ્રેસનું અચાનક થયું મોત, બાથરૂમમાંથી 3 દિવસ બાદ મળી આવી લાશ

દેશની ફેવરિટ વેબ સિરીઝમાંથી એક ‘મિર્ઝાપુર’ના ફેમસ એક્ટરનું નિધન થયું છે. આ સમાચાર સાંભળીને ચાહકોને ભારે આઘાત લાગ્યો છે. સાથી કલાકારે તેના ઇન્સ્ટાગ્રામ પર અભિનેતાના મૃત્યુની માહિતી આપી હતી. જો કે હજુ સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી. આ સમાચાર જાણ્યા બાદ ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

દિવેન્દુએ માહિતી આપી હતી



વેબ સિરીઝ મિર્ઝાપુરમાં મુન્ના ભૈયાના નજીકના મિત્ર લલિતની ભૂમિકા ભજવનાર બ્રહ્મા મિશ્રાનું અવસાન થયું છે. તેના સાથી કલાકાર દિવ્યેન્દુ શર્માએ પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. આ દુઃખદ સમાચાર સાંભળ્યા બાદ બ્રહ્મ મિશ્રા ઉર્ફે લલિતના ચાહકોમાં શોકની લહેર છે. અચાનક દિવ્યેન્દુએ રિપ પોસ્ટ લખતી વખતે પોતાની સાથે બ્રમ્હા મિશ્રાનો ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે ‘અવર લલિત ઈઝ નો મોર’ એટલે કે અમારો લલિત હવે જીવતો નથી.

મિર્ઝાપુરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી



દિવેન્દુ શર્માએ સૌથી પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્રહ્મા મિશ્રાના મૃત્યુના સમાચાર શેર કર્યા હતા પરંતુ બ્રહ્મા મિશ્રાનું મૃત્યુ કેવી રીતે થયું તે જણાવ્યું નથી. તમને યાદ અપાવીએ કે બ્રમ્હા મિશ્રાએ ‘મિર્ઝાપુર’ વેબ શોમાં લલિત નામના છોકરાનું પાત્ર ભજવ્યું હતું જે કાલીન ભૈયાના પુત્ર મુન્ના ભૈયાનો નજીકનો મિત્ર હતો. મિર્ઝાપુરની બીજી સિઝનમાં લલિતના નામે ઘણા મીમ્સ પણ બન્યા હતા.

ઘણી ફિલ્મોમાં કામ કર્યું



બ્રહ્મા મિશ્રા લાંબા સમયથી મનોરંજનની દુનિયામાં સક્રિય છે. તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. અક્ષય કુમારની ‘કેસરી’માં પણ બ્રહ્મા મિશ્રાએ એક અફઘાનીની ભૂમિકા ભજવી હતી જે ઘાયલ સૈનિકોને પાણી આપવાનું કામ કરતા જોવા મળ્યા હતા. આ સિવાય ‘માંઝી’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘હસીન દુલ્હનિયા’, ‘મિર્ઝાપુર’, ‘ચોર ચોર સુપર ચોર’ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું.

મિરઝાપુરમાં આપણે સૌએ લલિતના અભિનયને વખાણ્યો હતો અને તેમાં પણ પંકજ ત્રિપાઠી તેને લઇ જઇને મરાવી નાંખે છે ત્યારે પણ દર્શકો ઘણા દુઃખી અને નારાજ થાય છે. હવે જ્યારે હકીકતમાં બ્રહ્માનું નિધન થઇ ગયું છે ત્યારે લોકો શોકમાં ડૂબી ગયા છે.