OMG: મહિલાને પ્રસુતિની પીડા ઊપડી ટોયલેટમાં, બાળકને આપ્યો જન્મ અને પછી…

અમદાવાદ શહેરના પાલડી વિકાસ ગૃહમાં આજે અજીબો ગરીબ ઘટના બની હતી. જ્યાં માનસિક રીતે અસ્થિર મહિલા ટોયલેટમાં ગઈ હતી જ્યાં તેને પ્રસૂતિની પીડા ઊપડી હતી. ત્યારબાદ તેણે ત્યાં જ ટોયલેટમાં બાળકને જન્મ આપ્યો હતો. જોકે બાળક ટોયલેટના કમોડમાં ફસાઈ ગયું હતું.

તમને જણાવી દઇએ કે આ ઘટના અમદાવાદના પાલડી વિકાસ ગૃહની છે જ્યાં એક માનસિક રીતે અસ્થિર મહિલાએ ટોયલેટમાં બાળકને જન્મ આપ્યો હતો. મહિલા માનસિક રીતે અસ્થિર હોઈ તેને આ ઘટના સમજાઈ નહોતી અને બાળક ટોયલેટના કમોડમાં ફસાઈ ગયું હતું. ત્યાર બાદ વિકાસ ગૃહની ટીમે મહામહેનતે બાળકને ત્યાંથી બહાર કાઢ્યો હતો.

ઘટના કંઈક એવી બની હતી કે અમદાવાદ શહેરના પાલડી વિકાસ ગૃહમાં વહેલી સવારે માનસિક રીતે અસ્થિર મગજની મહિલા ટોયલેટમાં ગઈ હતી ત્યારબાદ તેને ત્યાં પ્રસુતિની પીડા ઊપડી હતી. મહિલા માનસિક રીતે અસ્થિર હોય સમજી શકી નહોતી. તેણે ત્યાં જ ટોયલેટમાં જ એક બાળકીને જન્મ આપ્યો હતો. જો કે બાળકી ટોયલેટના કમોડમાં ફસાઈ ગઈ હતી. ત્યારબાદ વિકાસ ગૃહની ટીમે નવરંગપુરા રેસ્ક્યુ ટીમ નો સંપર્ક કર્યો હતો. અડધી કલાકની મહેનત બાદ બાળકીને બચાવી લેવાઇ હતી.

અસ્થિર મગજની મહિલા વહેલી સવારે કુદરતી હાજતે ગઇ હતી. તેને ત્યાં જ પ્રસૂતિની પીડા ઉપડતાં એક નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. જો કે બાળકી ટોયલેટના કમોડ માં ફસાઈ ગઈ હતી. વિકાસ ગૃહ ની ટીમે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ નો સંપર્ક કર્યો હતો અને તેને બોલાવી હતી. બાળકી ટોયલેટના કમોડ માં ફસાયેલી હોઇ પરિસ્થિતિ ઘણી નાજુક હતી. તેમ છતાં હિંમત હાર્યા વિના અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે લગભગ અડધી કલાક સુધી મહેનત કરી હતી ત્યારબાદ બાળકને સુરક્ષિત રીતે બહાર કઢાઇ હતી. જોકે હાલ મા અને બાળક બંને સ્વસ્થ છે અને પાલડી વિકાસ ગૃહ માં છે.

પાલડી વિકાસ ગૃહના અધિકારીઓનું કહેવું છે કે મહિલા માનસિક રીતે અસ્થિર મગજની છે. તેથી તે સાવરે ટોયલેટ ગઈ હતી અને તેને ત્યાં જ ડિલિવરી થઈ ગઈ હતી. તેણે ટીમના સભ્યોને બોલાવ્યા નહોતા. જો કે સભ્યોને જાણ થતાં તેઓ તરત ત્યાં દોડી ગયા હતાં.