આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે એવી માન્યતા છે કે અહીં મા ખોડીયારનું સોનાનું મંદિર છુપાયેલું છે. અહીં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. આ ધરાનું પાણી પીને લોકો પોતાની જાતને ધન્ય માને છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામના ખોડીયાર મંદિરની.
ગુજરાતમાં મા ખોડીયારના મુખ્ય બે મંદિરો આવેલા છે. એક છે ભાવનગર પાસેનું રાજપરા અને બીજુ આ વાંકાનેરનું માટેલ. આ બન્ને મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. લોકો છેક દૂર દૂરથી માના દર્શન માટે પધારતા હોય છે.
માટેલ ગામમાં પ્રવેશ કરતાં જ કરતાં જ સૌ પહેલા આવે છે માટેલીયો ધરો. આ ધારામાં કયારેય પાણી સુકાતું નથી. માટેલિયા ધરાની બાજુમાં જ એક બીજો ધરો આવેલો છે. જેને ભાણેજીયો ધરો કહેવાય છે. લોકવાયકા કહે છે કે આ ધરા ની નીચે માં ખોડીયાર નું સોનાનું મંદિર આવેલું છે.

તે સમયના મુસ્લિમ બાદશાહે તે સોનાનું મંદિર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે માટે તેણે આખા ધરાનું પાણી ઉલેચી નાખ્યું હતું જો કે તેને સોનાનું મંદિર તો દેખાયું જ હતું પણ પછી તરત આખો ધરો પાણીથી ભરાઈ ગયો હતો.

માં ખોડીયાર ના નામની પાછળ પણ એક રસપ્રદ કથા છે. કહેવાય છે કે માં ખોડીયાર નું સાચું નામ જાનબાઇ હતું. તેમના પિતાનું નામ મામડિયા અને માતાનું નામ દેવળબા હતું. અને તેમના ભાઇનું નામ હતું મેરખિયા. એક વખત એવું બન્યું કે તેમના ભાઈને ઝેરી સાપે દંશ દીધો. એવી જાણકારી મળી કે કોઈ પાતાળ રાજા પાસે જઈને અમૃતકુંભ લઈ આવે તો તેના ભાઇનો જીવ બચી શકે. તેથી જાનબાઇ એ અમૃતકુંભ લેવા માટે ગયા. જોકે વખત ઘણો વીતી ગયો એટલે તેમની માએ કહ્યું કે આ જાનબાઈ ક્યાં ખોવાઈ ગઈ? જાનબાઈ મગર પર બેસીને અમૃતકુંભ તો લઇ આવ્યા પણ માતાનું વચન સાચું થયું. તેઓ સાચે જ ખોડકાઈ ગયા હતા. તેથી તેમનું નામ પડ્યું ખોડલ.