જયારે જયારે પણ આપણે કયાંય ફરવા જવું હોય તો યોજનાઓ બનાવતા હોઈએ છીએ અને જે સ્થળે પણ ફરવા જવાનુ છે ત્યાં શુ જોવાલાયક છે અને તે સ્થળની શું વિશેષતા છે તે બધુ જાણી વિચારીને પછી જ ફરવા જઇએ છીએ. પરંતુ વિચાર કરો કે કોઈ ટુરિસ્ટ સાથે એવી ઘટના બની જાય જેના વિશે તેણે કયારેય વિચાર્યુ ન હોય તો ? આવો જ એક વીડિયો ઉદયપુરથી સામે આવ્યો છેે.
ઉદયપુરમાં સરેઆમ એક ટુરિસ્ટ સાથે લૂંટની ઘટના બની છે. વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી દીધી છે. લોકો આ વીડિયો જોઇ હેરાન રહી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ બનાવ ઉદયપુરનો છે. અહીના અંબામાતા પોલિસ સ્ટેશન વિસ્તાર માં આવું થયું છે.
શુક્રવારે મોડી સાંજે બદમાશોએ કારમાં સવાર યુવક અને યુવતિને પહેલા રોક્યા અને પછી તેમના મોબાઇલ, ઘડીયાળ સહિત અનેક કિંમતી સામાન લૂંટી લીધો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગુંડાઓ ચપ્પુની અણી પર તેમનો સામાન લૂંટી રહ્યા છે. ગાડી પાસે એક છોકરો ઊભો છે અને પાછળથી અવાજ આવી રહ્યો છે. ગુંડાઓએ સામાન તો લઇ લીધો પરંતુ સાથે સાથે ગાડીની ચાવી પણ પડાવી લીધી.
ये आज का राजस्थान है । सरे आम चाकू की नोक पर , अपराधी बेख़ौफ़ लुट रहें हैं । ये बेशर्म घटना उदयपुर की है , पर शर्म आपको नहीं आएगी @RahulGandhi जी ? pic.twitter.com/vY5jEdULwy
— Laxmikant bhardwaj (@lkantbhardwaj) June 12, 2021
આ વીડિયોને લક્ષ્મીકાંત ભારદ્વાજ નામના યુઝરે ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યુ છે કે, આ આજનું રાજસ્થાન છે. સરેઆમ ચપ્પુની અણી પર આરોપીઓ કોઇ પણ જાતના ડર વગર લૂંટ કરી રહ્યા છે. આ બેશરમ ઘટના ઉદયપુરની છે. પરંતુ આપણને શરમ નહિ આવે.
उक्त घटना के संबंध में पुलिस थाना अंबामाता में प्रकरण संख्या 271/21 दर्ज कर आरोपियों की तलाश की जा रही है लगातार 10 टीमें ठिकानों में दबिश दे रही है आरोपियों को नामजद कर लिया गया है तीन संदिग्धों को भी डीटेन कर दिया गया है |
— Udaipur Police (@UdaipurPolice) June 12, 2021
નોંધનીય છે કે આ ઘટના પર ઉદપુર પોલિસ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. તેમણે લખ્યુ છે કે, આ ઘટના સંબંધમાં પોલિસ થાણા અંબામાતામાં પ્રકરણ સંખ્યા 271/21 માં કેસ દાખલ કરી આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.