હાઇવે પર કાર સાથે દીપડો અથડાયો, ગાડી નો બોનેટ નોભાગ તૂટી ગયો, દીપડાએ ગાડી ઉપર જોરદાર હુમલો કરિયો હતો, જુઓ પછી શું થયું ? અભિનેત્રી રવિના ટંડને પણ પ્રાર્થના કરી

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક દીપડો હાઈવેની વચ્ચે એક કાર પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ક્લિપ બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને તેના ટ્વિટર હેન્ડલથી શેર કરી છે.



સોશિયલ મીડિયા પર અવારનવાર અકસ્માતોના વીડિયો જોવા મળે છે, જે ક્યારેક ખૂબ જ ડરામણા હોય છે, જ્યારે કેટલાક માર્ગ અકસ્માતો પાઠ પણ શીખવે છે. હાલમાં જ એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ એક મિનિટ માટે ચોંકી જશો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક દીપડો હાઈવેની વચ્ચે એક કાર પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. જો કે આ માર્ગ અકસ્માત ક્યાં થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ વીડિયો ક્લિપ બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને તેના ટ્વિટર હેન્ડલથી શેર કરી છે.


અહીં વિડિયો જુઓ



વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક દીપડો હાઈવે પર કારને ટક્કર માર્યા બાદ સ્થળ પરથી ભાગતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને તેના ટ્વિટર હેન્ડલથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ સુંદર દીપડા માટે પ્રાર્થના… આશા છે કે તે બચી જશે, ભલે તે ખરાબ રીતે ઘાયલ હોય, તે જંગલમાં ભાગી ગયો હશે.’



તે જ સમયે, એક વન્યજીવ કાર્યકર્તાએ પણ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં દીપડો કારના બોનેટની નીચે ખરાબ રીતે ફસાયેલો જોવા મળે છે. આગળના વીડિયોમાં ડ્રાઈવર કારને રિવર્સ કરે છે, જેથી દીપડાને બચાવી શકાય. દરમિયાન, દીપડો પણ રસ્તામાંથી કૂદીને ભયજનક રીતે હાઇવેની બીજી તરફ જતો રહ્યો હતો.



આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આખું જોઈ શક્યા નથી. મારી પાસે શબ્દો નથી. તે ગુનાહિત છે. અન્ય યુઝરે કહ્યું, ‘સુંદર ચિત્તો… આશા છે કે કોઈને ઈજા ના થઈ હોઈ.’