ગુજરાત સહિત દેશભરમાં લીંબુના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે, વળી ઉનાળાનો સમય હોવાના કારણે દેશમાં લીંબુની માંગ પણ ખૂબ જ વધી છે, કાળઝાળ ગરમીમાં લીંબુ પાણી શરીરમાં ઠંડક પહોંચાડે છે પરંતુ બજારમાં લીંબુના ભાવ બડકે બળી રહ્યા છે અને સામાન્ય માણસને ખિસ્સાને દઝાડી રહ્યા છે, ત્યારે હાલ એક એવી ખબર સામે આવી છે જેને લીંબુના વેપારીઓમાં પણ ભયનો માહોલ પ્રસરાવી દીધો છે.
લીંબુ પર મોંઘવારીનો રંગ શું ચઢ્યો, તે ચોરોની નજરમાં પણ આવી ગયો. ઘટના મોદીનગરની છે, જ્યાં ચોરોએ શાકમાર્કેટમાંથી લીંબુની 12 બોરી ચોરી કરી હતી. તેની કિંમત 70 હજાર રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે ચોરોએ અન્ય શાકભાજીને હાથ પણ ના લગાડ્યો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસ ફૂટેજ પરથી ચોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ ચોરી ભોજપુરના ફરીદનગરના રહેવાસી રાશિદની દુકાનમાં થઈ હતી. બુધવારે સવારે જ્યારે તે હાપુડ રોડ પર આવેલી શાક માર્કેટમાં પહોંચ્યો ત્યારે તેને જોઈને આશ્ચર્ય થયું કે ત્યાં લીંબુની એક પણ બોરી નહોતી, જ્યારે અન્ય શાકભાજી જેમ છે તેમ રાખવામાં આવી હતી. મંગળવારે રાત્રે તેણે લીંબુની બોરીઓ પાછળની બાજુએ રાખી હતી. ચોર તેને ત્યાંથી લઈ ગયો. જ્યારે બજારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા ત્યારે ચોરો દેખાયા હતા.

ચોર લીંબુ ચોરવા કાર લઈને આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બોરીઓ કારમાં રાખીને લઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. થોડી વાર પછી પોલીસ પણ આવી ગઈ. આઉટપોસ્ટ ઈન્ચાર્જ પ્રીતિ સિંહે કહ્યું કે જાણકારી મળ્યા બાદ કેસ નોંધવામાં આવશે. ફૂટેજ પરથી ચોરોને ઓળખવાના પ્રયાસો ચાલુ છે.
બજારમાં ચોરી કર્યા બાદ ચોરો વર્દીધારી વ્યક્તિ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. તેનો ચહેરો સ્પષ્ટ નથી. મંડીમાં ગાર્ડ ફરજ બજાવી રહ્યો હતો. ગાર્ડના હોવા છતાં પણ ચોરી કરવામાં આવી હતી. જ્યારે વેપારીઓએ ગાર્ડને પૂછ્યું તો તેણે કહ્યું કે તે બીજી બાજુ હતો જેના કારણે તેને ખબર નહોતી.