દરેક માતા પિતાને પોતાના બાળકની ચિંતા હોય છે. બાળકના સારા ઉછેર માટે માતા પિતા કંઈ કેટલુંય કરતા હોય છે. ખાસ તો બાળક નાનું હોય ત્યારે તેની વિશેષ કાળજી રાખવી પડે છે. રાત્રે વારંવાર પેસાબ કરવાથી માંડીને દૂધ પાવા સુધી, માતા પિતા ખૂબ સભાન રહે છે. પરંતુ શું તમે જાણો છો કે બાળકને રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને દૂધ પાવું જોખમી પણ બની શકે છે? ચાલો જાણીએ આ બાબતમાં શું કહે છે એક્સપર્ટ.
માતા-પિતા એવું માને છે કે થોડી થોડી વારે બાળકને દૂધ પાતાં રહેવું જોઈએ. તેથી માતા પિતા રાત્રે પણ બાળકને ઉંઘમાંથી ઉઠાડી ને દૂધ પાતાં રહે છે. જો તમે પણ આવું કરો છો તો આ બાળક માટે જોખમી સાબિત થઇ શકે છે અને બાળકને ગંભીર રીતે નુકસાન પણ પહોંચાડી શકે છે.
આપણે ત્યાં એવી ખોટી માન્યતા છે કે ચારથી પાંચ મહિનાના બાળકને કલાક કે બે કલાકે દૂધ પાતા રહેવું જોઈએ. ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ આરતી મિત્તલના જણાવ્યા અનુસાર જો કોઈ બાળક જટિલતાઓ સાથે જન્મેલું ના હોય તો તેને ત્રણ દિવસ પછી કલાકે કલાકે દૂધ પાવું જોઈએ. ઉપરાંત જે બાળક અઢી કિલો થી ઓછા વજનનું હોય તો તેને 14 દિવસ પછી કલાકે કલાકે દૂધ પીવડાવવું જોઈએ. ત્યારબાદ બે ત્રણ કલાકના અંતરાલ બાદ જ દૂધ પાવું જોઈએ.
બાળકના જન્મના શરૂઆતના દિવસોમાં બાળકનું લીવર ડેવલપ થતું હોય છે. તેથી જો તેને યોગ્ય રીતે દૂધ પીવડાવવામાં આવે તો લિવર પણ યોગ્ય રીતે ડેવલોપ થાય છે. બાળકનું પેટ ભરેલું હોય તો લીવર નો યોગ્ય રીતે વિકાસ પણ થઈ શકે છે. બાળકને દૂધ પાવા ની બાબતમાં બેદરકારી દાખવવામાં આવે તો બાળકને સ્વાસ્થ્ય સંબંધી અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે લિવર પણ વિકાસ પામી શકતું નથી અને નબળું જ રહી જાય છે. આ જ કારણ છે કે બાળકના જન્મ બાદ શરૂઆતના સમયે થોડા થોડા અંતરાલ બાદ બાળકને દૂધ પાવું જોઈએ જ્યારે બાળક ચાર મહિનાનું થઈ જાય ત્યાર બાદ તેને દર ત્રણ કલાકે દૂધ પીવડાવવું જોઈએ.

બાળકને ઊંઘથી જગાડીને કે ગાઢ ઊંઘ દરમિયાન દૂધ પીવડાવવાથી કેવા નુકસાન થાય છે?
બાળક ધાવતું હોય કે ફોર્મૂલા દૂધ પી રહ્યું હોય, જ્યારે પણ તે ઊંઘમાં દૂધ પીવે છે ત્યારે દૂધમાં રહેલ ખાંડ મોઢામાં કલાકો સુધી રહે છે, જેના કારણે નાની ઉંમરે જ દાંત સડવા લાગે છે. જે ભવિષ્યમાં ડાયાબિટીસનું કારણ બની શકે છે અથવા બાળકની પાચનશક્તિને અસર કરે છે. તેનાથી તેમની ઊંઘ ડિસ્ટર્બ થાય છે, જેની અસર તેમના વિકાસ ઉપર પડે છે.