ખાવામાં સૌથી ખરાબ તેલ કયું અને સૌથી સારું તેલ કયું ? અહીં જાણો હમણાં જ…

મિત્રો આપણા દેશમાં એવું એક પણ ઘર નહીં હોય જ્યા તેલનો ઉપયોગ ન થતો હોય. શાક ના વઘાર મા તેલનો ઉપયોગ થાય, રોટલી બનાવવા મા તેલનો ઉપયોગ થાય, ફરસાણ તરવામા તેલનો ઉપયોગ થાય છે. આવી જ રીતે દરેક વિસ્તાર માં અલગ અલગ તેલનો ઉપયોગ થાય છે. મિત્રો આપણને એક સવાલ થાય કે તંદુરસ્તી મા ખાવા મા સૌથી સારુ તેલ કયુ હશે ?

એના માટે આજના આ લેખમા અમે તમને જણાવીશું સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ તેલ વિશે. તો લેખ પૂરો વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો. મિત્રો બજાર મા બે પ્રકારના તેલ મળે છે એક રિફાઈન તેલ અને બીજું ફિલ્ટર તેલ. રીફાઈન તેલ ને 270 ડિગ્રી ટેમ્પ્રેચર પર ગરમ કરવામા આવે છે અને ત્યાર બાદ તેને ખાધ્ય તેલ બનાવામાં આવે છે.

એટલે કે રિફાઈન તેલ માં કેમિકલ ઉમેરવામા આવે છે. જ્યારે ફિલ્ટર તેલ મા કચરાને દૂર કરવામા આવે છે આપણા પૂર્વજો પણ ઘાણીમાં તેલને શુદ્ધ કરતા હતા. વર્ષો પહેલા તલનું તેલ ખાવા મા વપરાતું હતુ.

સૌ પ્રથમ તલના તેલ નો જ ઉપયોગ થતો હતો અને ધીરે ધીરે આપણે અખાદ્ય તેલ ને કેમિકલ નો ઉપયોગ કરીને ખાદ્ય બનાવવાનુ ચાલું કર્યું. સૌ પ્રથમ તો આપણે સૌએ જો તલનું તેલ બજાર મા મળતુ હોય તો તલના તેલનો જ ખાવા મા ઉપયોગ કરવો જોઇએ.

તંદુરસ્તી માટે સૌથી સારામા સારુ તેલ એટલે તલનું તેલ. ત્યાર બાદ વાત કરીએ તો સીંગતેલ, સૂર્યમુખીનું તેલ, મકાઈ નું તેલ આ બધા તેલનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે. એટલે કે રિફાઇન તેલ મા કેમિકલ નો વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેથી આપણે બધાએ ફિલ્ટર તેલ જ ખાવું જોઇએ અને બને તો ઘાણીનું તેલ મળે તો ખાવામાં તેનો ઉપયોગ કરવો જોઇએ.