ન્યૂ જર્સીના કીન વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે લોકો અપમાનજક ભાષાનો ઉપયોગ કરે છે તે સામાન્ય રીતે લાંબુ, સુખી અને સ્વસ્થ્ય જીવન જીવે છે.
આપની આસપાસ અનેક લોકો છે જેઓ અપશબ્દોનો ઉપયોગ કરવો પસંદ કરે છે. પરંતુ તે જાણતા નથી કે પોતાની ભાષાનું ધ્યાન કેવી રીતે રાખવું. ભલે ઘરમાં હોય કે બહાર તેઓની ભાષા ઉપર લગામ રહેતી નથી. પરંતુ કોઈને આ પ્રકારની ભાષા પસંદ હોતી નથી. પરંતુ તાજેતરમાં થયેલા રિસર્ચમાં સાબિત થયું છે કે આ પ્રકારના ભાષા પ્રયોગ ખરેખર આનંદદાયક અને વધારે સ્ટ્રેસ ફ્રી લાઈફ આપે છે.
ન્યૂ જર્સીના કીન વિશ્વવિદ્યાલય દ્વારા હાથ ધરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે લોકો અપમાનજક ભાષાનો ઉપયોગ કરે છે તે સામાન્ય રીતે લાંબુ, સુખી અને તંદુરસ્ત જીવન જીવે છે. ગાળો બોલવાથી તેમની હતાશા એક હદ સુધી ઓછી થઈ જાય છે. સાથે જ મગજ પણ સ્વસ્થ્ય રહે છે. શોધકર્તાઓએ મૌખિક દુર્વ્યવહારને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ગણાવ્યું છે.
કીન વિશ્વ વિદ્યાલયે પોતાના શોધમાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ પર પ્રયોગ કર્યો હતો. શોધ દરમિયાન તેમના હાથ બરફના ઠંડા પાણીમાં ડૂબાડી રાખ્યા હતા. શોધમાં જાણવા મળ્યું કે આ પ્રક્રિયા દરમિયાન તેઓ ગાળો બોલતા રહ્યા હતા એ લાંબા સમય સુધી હાથોને પાણીમાં ડૂબાડી રાખવા સક્ષમ હતા. આ આધારે ઉપર શોધકર્તાઓએ નિષ્કર્ષ કાઢયું હતું કે, ગાળો આપવાથી મગજની નિરાશા દૂર થાય છે અને જેનાથી મગર સ્થસ્થ રહે છે.
આ વ્યક્તિ વધારે સમય સુધી જીવે છે. જ્યારે તેના જીવનમાં ખુબ જ ઓછો તણાવ હોય છે. શોધમાં એ પણ જાણવા મળ્યું કે લોકો અપશબ્દોનો ઉપયોગ નથી કરતા તે લોકો ગંભીર પરિસ્થિતિઓમાં જલદી હાર માની લે છે. અને વધારે તણાવમાં જીવતા હોય છે. તેનાથી તેમની માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે.
ગાળો બોલવી માનસિક સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, એક રિસર્ચમાં આવ્યું સામે…
