આખરે શા કારણે લોકપ્રિય ગાયક કાજલ મહેરિયા ઉપર હુમલો કરવામાં આવ્યો ? કોણ હતા એ લોકો ?

ધોકાના ઘા માર્યા, ટી શર્ટ ફાડી નાખ્યું, લાખોની સોનાની કંઠી પણ લૂંટી લીધી, જાણો કોણ હતા રસ્તા વચ્ચે કાજલ મહેરિયા ઉપર હુમલો કરનારા લોકો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયા ઉપર ગઈકાલે સોમવારની રાત્રે એક કાર્યક્રમમાં હુમલો કરવામાં આવ્યો હતો. કાજલ ઉપર પાંચ લોકોએ હુમલો કર્યો અને આ હુમલામાં કાજલ મહેરિયા ઘાયલ પણ થઈ હતી. આ ઉપરાંત કાજલના ગળામાં પહેરેલી કંઠી તેમજ તેના ભાઈ અને ઓર્ગેનાઇઝરના ગળામાં પહેરેલી કંઠી આજે ચેઇન પણ તોડી લેવામાં આવ્યા હતા.



આ સમગ્ર મામલે કાજલ મહેરીયાએ 100 નંબર ડાયલ કરીને 5 લોકો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસ હાલ તપાસ કરી રહી છે. ત્યારે હવે લોકોમાં પણ એક વિષય ચર્ચાનો બન્યો છે કે આખરે એવા ક્યાં લોકો હતા જેમને કાજલ મહેરિયા ઉપર હુમલો કર્યો ? અને શા કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો ?



ત્યારે આ બાબતે કાજલ મહેરિયાએ જ સ્પષ્ટતા કરી છે કે તેના ઉપર કોણે હુમલો કર્યો હતો, અને ક્યાં કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. કાજલ મહેરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ બે વર્ષથી તેને ધમકીઓ મળી રહી હતી અને ધમકી આપનારા લોકોના ફોન જો કાજલ ના ઉઠાવે તો તેની સાથે કામ કરનારા લોકોને ધમકીઓ આપવામાં આવતી હતી કે તમારા કાર્યક્રમો નહિ થવા દઈએ નહિ.

કાજલે એમ પણ જણાવ્યું હતું કે આખરે એ લોકોએ ગઈકાલે તેના ઉપર હુમલો કરી જ દીધો. એ સમયે તે વરઘોડો ચાલુ થવાની રાહ જોઈ રહી હતી. વરઘોડો થોડો મોડો ચાલુ થયો, જેના કારણે તે બધી જ તૈયારીઓ કરીને નીચે ગાડીમાં રાહ જોતા હતા. ત્યારે જ તેમના ઓર્ગેનાઇઝર સાથે સામેના વ્યક્તિઓને બોલચાલ ચાલુ હતી પણ એ દરમિયાન તે નીચે ઉતરી નહિ.



પરંતુ જે સમયે સામેવાળાએ કાજલના ભાઈનો કોલર પકડ્યો ત્યારે નીચે ઉતરી અને ત્યારે સામેવાળાએ તેની સાથે ઝપાઝપી કરી અને તેની ટી શર્ટ પણ ફાડી નાખી, આ ઉપરાંત તેના ગળામાં રહેલી સોનાની કંઠી પણ તોડી નાખી હતી. જેના બાદ ઓર્ગેનાઇઝરના ગળામાં રહેલી કંઠી પણ તોડી નાખી અને તેના ભાઈના ગળામાં રહેલી વિહત મા લખેલી ચેઇન અને કંઠી તોડી નાખ્યા હતા.



આ ઉપરાંત કાજલે એમ પણ જણાવ્યું હતું કે સામે વાળાએ ધોકા મારી અને તેની ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા, કાજલે જણાવ્યું કે તેની ગાડીના ત્રણ કાચ તે લોકોએ તોડી નાખ્યા હતા. કાજલે પોલીસ ફરિયાદમાં રમુ દેસાઈ અને તેના અન્ય 4 સાથીદારો સમેત કુલ 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેને જણાવ્યું કે આ લોકો તેને છેલ્લા ઘણા સમયથી હેરાન કરતા હતા. તેની પાસે અવાર નવાર પાંચ લાખ રૂપિયાની માંગણી કરતા હતા અને તેમના કાર્યક્રમો કરવા માટે પણ ધમકીઓ આપતા હતા.