જીગ્નેશ કવિરાજનું થયું એક્સિડન્ટ, જાણો કેવી છે હાલત અને ક્યાં છે ભરતી ?

ગુજરાતી લોક ગાયકોમાં જીગ્નેશ કવિરાજ એક મોટું નામ છે. તેમણે અનેક ગીતો ગાઈને ગુજરાતની પ્રજાનું મનોરંજન કર્યું છે. તેમના નામે અનેક હિટ ગીતો બોલે છે. જો કે આજે જીગ્નેશ કવિરાજ ના ચાહકો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે તેમનો અકસ્માત થયો છે.

‘હાથમાં છે વ્હિસ્કી…’, ‘ બેવફા તને દૂરથી સલામ…’, ‘ઉપર આભને…’ જેવા સુપરહિટ ગીતો ગાનાર જીગ્નેશ કવિરાજનો અકસ્માત થયો છે. જેની જાણકારી ખુદ જીગ્નેશ કવિરાજે પોતાના ઈન્સ્ટાગ્રામ ની એક પોસ્ટ દ્વારા આપી છે.મળતી માહિતી અનુસાર, ખુદ જીગ્નેશ કવિરાજે પોતાની એક પોસ્ટ દ્વારા પોતાના ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા છે. અને તેણે લોકોને વિનંતી કરી છે કે આ કપરા સમયમાં લોકો તેમને સાથ આપશે. જો કે કોઈ ગંભીર ઇજા તેમને થઈ નથી.

જીગ્નેશ કવિરાજે એક પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, ‘લોકગાયક: જીગ્નેશ બારોટ (કવિરાજ)નો તા. ૧/૦૪/૨૦૨૨ ના રોજ ફિલ્મના શુટીંગ દરમ્યાન બાઈક દ્વારા અક્સમાત થયેલ હોવાથી હાથ અને પગ માં ફ્રેકચર થયેલ છે. ડોક્ટરે દોઢ મહીના માટે આરામ કરવાનું કહેલ હોવાથી લાઈવ પ્રોગ્રામ કે કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહી. આપના સાથ અને સહકારની અપેક્ષા – ગાયક જીજ્ઞેશ બારોટ (કવિરાજ).’આ પોસ્ટ દ્વારા તેમણે જાતે જ માહિતી આપી છે. તેમને હાથ અને પગમાં ફ્રેકચર થયેલ છે અને ડોકટરો એ આરામ કરવાની સલાહ આપી છે.

જો કે તેમને માત્ર ફ્રેકચર થયેલ છે કોઈ ગંભીર ઇજા થઈ નથી. તેથી તેમના ચાહકોને નિરાશ થવાની જરૂર નથી. આપણે પ્રાર્થના કરીએ કે જીજ્ઞેશ ભાઈ ઝડપથી સાજા થઈ જાય અને આપણી વચ્ચે આવીને ગીતો ગાય અને આપણું મનોરંજન કરે.