ગુજરાતના આ ગામમાં થયો હતો જીગ્નેશ દાદા નો જન્મ, જાણો જીગ્નેશ દાદા વિશેની કેટલીક અજાણી વાતો…

જીગ્નેશ દાદા એટલે ગુજરાતી કથાકારો માં મોટું નામ. તેમને નાનપણથી જ ભક્તિમાં ઊંડો રસ હતો તેથી જ તેઓ નાનપણથી જ ભજનો ગાતા હતા. જીગનેશ દાદા ની કથાઓ માત્ર ગુજરાતમાં જ નહીં પણ ગુજરાતની બહાર વિદેશમાં વસતા લોકો પણ ખૂબ શ્રદ્ધાથી સાંભળે છે. યુવાનોને ભક્તિનું ઘેલું લગાડનાર જીગ્નેશ દાદા ના કીર્તનો પણ લોકો ખૂબ શ્રદ્ધાથી સાંભળે છે.

જીગ્નેશ દાદા ના અંગત જીવન વિશે વાત કરીએ તો તેમનો જન્મ અમરેલી જિલ્લાના કરીયા ચડ ગામમાં 25 માર્ચ 1986ના રોજ થયો હતો. જીગ્નેશ દાદા ના પિતા નું નામ શંકરભાઈ તથા માતાનું નામ જયાબેન છે. તેમને એક બહેન પણ છે.

જીગ્નેશ દાદા નુ બાળપણ ખૂબ જ ગરીબીમાં વિત્યુ. રાજુલા ની પાસે આવેલા જાફરાબાદમાં જીગ્નેશ દાદા એ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. છેલ્લે જીગ્નેશ દાદા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા પણ કથા પ્રત્યે એટલો લગાવ કે ભણતર વચ્ચે છોડીને તેમણે કથા કરવાનું શરૂ કર્યું. થોડા સમય પહેલાં જ જીજ્ઞેશ દાદા ને બદનામ કરવાનું કાવતરું પણ થયું હતું.

એટલું જ નહીં જીગ્નેશ દાદા અમરેલીની એક કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક પણ રહી ચૂક્યા છે. હાલ જીગ્નેશ દાદા સુરતના વરાછા વિસ્તારમાં રહે છે. જીગ્નેશ દાદા એ પોતાના જીવનની પ્રથમ કથા સોળ વર્ષની ઉંમરે પોતાના જ ગામ કરિયા ચડ માં કરી હતી.

જીગ્નેશ દાદાનું કીર્તન તાળી પાડો તો મારા રામની ખૂબ ફેમસ થયું હતું અને લોકજીભે ચડી ગયું હતું. ઉપરાંત તેમણે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે, બધી માયા મૂડી જેવા કીર્તનો પણ રચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જીગ્નેશ દાદા અત્યાર સુધીમાં સો થી વધારે કથાઓ કરી ચુક્યા છે.