“ઇન્ડિયન આઈડલ 12” ફેમ સવાઈ ભટ ગરીબીમાં જીવવા માટે થયો મજબૂર, હાલત બદથી થઈ બદતર…

ઈન્ડિયન આઈડલ ટીવી પરનો સૌથી જૂનો શો છે. આ શોને સમગ્ર ભારતમાં ઘણી સફળતા અને લોકપ્રિયતા મળી છે. આ શોની સફળતા જોઈને અન્ય રિયાલિટી શો પણ શરૂ કરવામાં આવ્યા હતા. “ઇન્ડિયન આઇડોલ 12” સૌથી લાંબી ચાલી રહેલ સિઝન રહી છે. શો હવે પૂરો થઈ ગયો હોવા છતાં, આ શોના ટોચના સ્પર્ધકોએ તેમના મધુર અવાજથી લોકોના દિલ જીતી લીધા હતા.



સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12 ખૂબ જ સુપરહિટ સાબિત થયો હતો. જો આ સીઝનના ટોપ 6 સ્પર્ધકો વિશે વાત કરીએ તો તેમાં પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, સાયલી કાંબલે, દાનિશ મોહમ્મદ, નિહાલ તૌરો અને સનમુખ પ્રિયાના નામ આવે છે. આ તમામ સ્પર્ધકો તેમના સપના સાકાર કરી રહ્યા છે. હાલમાં પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, સાયલી કાંબલે અને દાનિશ મોહમ્મદ વિદેશમાં ઘણા લાઈવ શોમાં ભાગ લઈ રહ્યા છે.



તે જ સમયે, નિહાલ તૌરો અને સનમુખ પ્રિયા પણ તેમની સાથે જોડાશે. આ શો પછી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે. હવે તેમની પાસે કોઈ વસ્તુની કમી નથી, નામની સાથે તેમની પાસે પૈસા પણ છે, પરંતુ આ રિયાલિટી શોની એક અન્ય સ્પર્ધક છે જેનું નામ લોકો ધીરે ધીરે ભૂલી રહ્યા છે. તેનું નસીબ આ બધા જેવું બિલકુલ નથી. હા, અમે જે સ્પર્ધક વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ સવાઈ ભટ છે, જે આ શોમાં હતા.



સવાઈ ભટે આ શોમાં ભાગ લઈને ઘણું નામ કમાવ્યું હતું પરંતુ આજે તેમની હાલત ખરાબથી ખરાબ થઈ ગઈ છે. તેઓ ગરીબીમાં જીવન પસાર કરવા મજબૂર બન્યા છે. સવાઈ ભટ પાસે ન તો ઘર છે કે ન તો આવકનું કોઈ સાધન. તે પોતાનું જીવન ગરીબીમાં જીવે છે. ભલે સવાઈ ભટ્ટે પોતાના અવાજથી તમામ શ્રોતાઓને દિવાના બનાવી દીધા હતા, પરંતુ લોકપ્રિયતા મળ્યા પછી પણ તેમના જીવનમાં કંઈ બદલાયું નથી.



તમને જણાવી દઈએ કે સવાઈ ભટે “ઇન્ડિયન આઈડલ 12” માં ભાગ લીધો હતો અને પોતાના અવાજથી દર્શકો તેમજ શોના તમામ જજનું દિલ જીતી લીધું હતું. તે જ સમયે, દર્શકોની સાથે, શોના તમામ જજ તેમના પર ખૂબ પ્રેમ વરસાવતા હતા. સવાઈ ભટ એક પ્રતિભાશાળી ગાયક છે જે તેમની રાજસ્થાની ગાયકી શૈલી માટે પ્રખ્યાત છે. અનેક સેલિબ્રિટીઓએ પણ તેની પ્રશંસા કરી હતી.

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ પણ સવાઈ ભટને ટેકો આપ્યો હતો. આટલું જ નહીં, સોશિયલ મીડિયા પર પણ લોકો તેની પ્રતિભાના વખાણ કરતાં થાક્યા નહીં. ઈન્ડિયન આઈડલની સીઝન 12માં સવાઈ ભટે ઘણા યાદગાર પ્રદર્શન આપ્યા હતા. એટલું જ નહીં, હિમેશ રેશમિયાએ તેનું એક ગીત પણ લોન્ચ કર્યું. પરંતુ આ બધાની વચ્ચે પણ આજે સવાઈ ભટ એવું જીવન જીવી રહ્યા છે, જે તેઓ ઈન્ડિયન આઈડલ 12 પહેલા જીવતા હતા.



સવાઈ ભટના ઘરની આર્થિક સ્થિતિ આજે પણ એવી જ છે. સવાઈ ભટે એક સ્થાનિક અખબારને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે ઘર ખરીદવા માંગે છે પરંતુ સિંગિંગ સેન્સેશન બન્યા પછી પણ સ્ટાર હજુ પણ ગરીબી સામે ઝઝૂમી રહ્યો છે. સવાઈ ભટે પણ રાજસ્થાન સરકારને ઘર ખરીદવા માટે આર્થિક મદદ કરવા વિનંતી કરી છે.



સવાઈ ભટ કહે છે કે આજે પણ તેમના ગામમાં ટીવી નથી. ઈન્ડિયન આઈડોલમાં જોડાયા પછી મારા ગામમાં વીજળી આવી. ગાયકે જણાવ્યું કે પહેલા અમે ગામડે ગામડે જઈને કઠપૂતળીના શો દર્શાવતા હતા, પરંતુ હવે ઈન્ટરનેટના યુગમાં કોઈને તેમાં રસ નથી. સવાઈ ભટે કહ્યું કે “જો સરકાર તરફથી આર્થિક મદદ મળે તો હું ગામના બાળકો માટે એક સંગીત સંસ્થા ખોલવા માંગુ છું.”

સવાઈ ભટે વધુમાં કહ્યું કે “જો તક મળશે તો હું સલમાન ખાનની ફિલ્મમાં ગાવાનું પસંદ કરીશ.” જણાવી દઈએ કે ભલે સવાઈ ભટે રાજસ્થાન સરકાર પાસે આર્થિક મદદ માંગી હતી, પરંતુ હજુ સુધી ત્યાંથી કોઈ જવાબ મળ્યો નથી.