કેમ છો મિત્રો? આશા છે આ કોરોનાકાળમાં તમે અને તમારો પરિવાર સુરક્ષિત અને સ્વસ્થ હશો. આજના અમારા આ ખાસ લેખમાં અમે તમને નાખ ચાવવાથી થતી બીમારી વિશે જાણવવા જઇ રહ્યા છીએ. જો તમને આ લેખ સારો લાગે તો અમારા ફેસબુક પેજને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો અહીં અમે અવાર નવાર નવી જાણકારીઓ શેર કરતા રહીએ છીએ. તો ચાલો હવે સમય પસાર નથી કરવો અને મુદ્દાની વાત પર આવીએ.
નખ ખાવાની આદત
આપણને જીવનમાં અનેક ખરાબ આદત હોય છે આ નાખ ચાવવાની આદત પણ તેમાંની એક જ છે. ઘણી વાર લોકો નવરા પડે એટલે નાખ ચાવવા લગતા હોય છે અને સમય સાથે આ આદત પડી જાય છે અને આપણે દરેક સમય માત્ર નાખ જ ચાવતા રહીએ છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે આ ખુબ જ ખરાબ આદત છે. તમારી જાણ ખાતર કે આ વિશ્વમાં લગભગ 30 ટકા કરતા પણ વધારે લોકો નખ ચાવવાની આદતથી બંધાયેલા છે.
ત્વચાનું ઇન્ફેક્શન
આપણા દરેક માટે આપણી ત્વચા ખુબ જ મહત્વ ધરાવતી હોય છે આપણે તેનું ખુબ જ ધ્યાન રાખીએ છીએ. તમને જણાવી દઈએ કે નખ ખાવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાયછે જેના કારણે ત્વચા લાલ થવી અને સોજા જેવું થઇ શકે છે.
હંમેશા માટે ડિસએબિલીટી
અમુક વાર લોકો મેલ વાળા નખ પણ ચાવી લેતા હોય છે જેના કારણે શરીરમાં બેક્ટેરિયા ઘૂસે છે અને તે આઉટ ઓફ કંટ્રોલ થઇ જાય છે અને શરીરમાં ફેલાય જાય છે માત્ર આટલું જ નહિ તે આપણા જોઈંટ્સ પર અસર કરે છે તેને સેપ્ટિક અર્થરાઇટિસ કહેવાય છે.
નખ
ઘણી વાર વધારે પડતા નખ ચાવવાના કારણે નખની અંદર એક ટિશ્યૂ આવે છે જે ખરાબ થવાની સંભાવના રહેલી છે. એવામાં જો આ ટીશ્યુ ડેમેજ થઇ જાય તો તમારા નખ કદરૂપા બની શકે છે. જેનો ઈલાજ ખુબ જ કઠિન છે.
દાંતને અસર
ઘણી વાર લોકો આગળના દાંત વડે નખ ચાવતા હોય છે જેના કારણે નખ કઠિન હોવાથી દાંતમાં તિરાડ પડવી અને દાંત તૂટવાથી લઈને દાંત નબળા પાડવા સુધીની સમસ્યાઓ થઇ શકે છે. માત્ર આટલું જ નહિ મિત્રો વધારે પડતા દાંત ચાવવાના કારણે તમારા દાંત આડાઅવળા એટલે કે આગળ પાછળ થઇ શકે છે જેના કારણે તમારે પાછળથી દાંતની વધારે મોટી સારવાર એટલેકે દાંતમાં કલીપ બેસાડવી પડી શકે છે. એટલા માટે અત્યારથી જ ચેતી જજો.
પેટમાં દુખાવો
ઘણી વાર નખના ટુકડા મેલ સાથે પેટમાં ચાલ્યા જાય છે અથવા દાંતમાં ફસાય જાય છે જેના કારણે આપણને ઇન્ફેક્શન થઇ શકે છે અને પેટમાં દુખાવો થઇ શકે છે.