જેમ આપણે બધા જાણીએ છીએ, લગભગ દરેક સીવણ કામ માટે સોયના થ્રેડિંગની જરૂર પડે છે. કદાચ તમને જરૂર યાદ હશે કે બાળપણમાં જ્યારે પણ મમ્મી કંઈક સીવવા બેસતી હતી ત્યારે સૌથી પહેલા મને બોલાવીને સોયમાં દોરો પરોવવાનું કહેતી.ઘણી વાર પાહેલી જ વારમાં દોરો પોરવાય જતો અને ઘણીવાર તો દોરો તો મગજના દોરા ખેંચી નાખતો.
સોયમાં દોરો પરોવવામાં એટલી તકલીફ પડતી હતી કે દોરો પરોવવાતોજ ન હતો. ક્યારેક આ કામ કરવાની મજા આવતી તો ક્યારેક આ કામ ખૂબ જ કંટાળાજનક બની જતું હતું.
જ્યારે પણ અમે તેને પૂછતા તમે જાતે સોયમાં દોરો કેમ નથી પરવતા, ત્યારે તે કહેતી કે તેની આંખો નબળી પડી ગઈ છે અને તે સોયનું કાણું દેખાતું નથી. પણ વાસ્તવમાં સોયમાં દોરો પરોવવો એ પણ એક કળા છે.

કેટલીકવાર એવું બને છે કે સોયમાં દોરો એક જ સેકન્ડોમાં પરોવાય જતો, તો ક્યારેક ખૂબ પ્રયત્નો કર્યા પછી પણ દોરો સોયમાં જવાનું નામ નથી લેતો. પણ ભાઈ, આજે દરેક કેસમાં દેશી અને પરફેક્ટ જુગાડ હોય છે. હા, એક એવો જ જુગાડ સામે આવ્યો છે, જેમાં દોરો સોયમાં એટલી સરળતાથી પોરવાય જાય છે કે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. દેશી જુગાડનો એક શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોયમાં દોરો પરોવવાનો દેશી જુગાડ
જેમ કે આપણે બધા જાણીએ છીએ, સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે, જેમાંથી કેટલાક દેશી જુગાડ સાથે જોડાયેલા હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયાની દુનિયામાં દેશી જુગાડનો સોયમાં દોરા નાંખવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ દેશી જુગાડ ખૂબ જ શાનદાર અને સરળ છે. તમે કલ્પના પણ કરી શકતા નથી કે સોયમાં થ્રેડ કેટલી ઝડપથી દાખલ કરી શકાય છે.

તમારે ફક્ત સોયને પરોવવા માટે દોરાને હાથ પર રાખવાની જરૂર છે. પછી તેના પર સોય નાખવાની છે. જે કરવા માટે તમને મિનિટો લાગતી હતી, તે હવે તમે સેકન્ડોમાં કરી શકશો.
જુઓ આ અદ્ભુત વીડિયો
Great tip👏
— Tansu YEĞEN (@TansuYegen) August 10, 2022
તમે બધા આ વિડિયોમાં જોઈ શકો છો કે, સોયમાં દોરો કેટલી સરળતાથી નાખવામાં આવે છે અને કામ થઈ જાય છે. હા, આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સોયને દોરવાનું અશક્ય કામ 10 સેકન્ડમાં જ શક્ય બને છે. આ વીડિયોને @TansuYegen નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે, જેમાં સોયને દોરવાની સૌથી સરળ રીત સમજાવવામાં આવી છે.
આ વિડિયો જોયા પછી કેટલાક લોકોએ તેને ઘરે પણ અજમાવ્યો છે અને કહ્યું છે કે ભાઈ આ ટ્રિક કામ નથી કરી રહી. તે જ સમયે, કેટલાક લોકો એવા છે જેમને આ ટ્રિક ખૂબ જ પસંદ આવી છે. આ વીડિયોને 2.2 મિલિયનથી વધુ લોકોએ જોયો છે. તે જ સમયે, આ વીડિયોને 17 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.