હોલિવૂડની આ અભિનેત્રી હતી ભારતીય, આખી જિંદગી છુપાવી રાખ્યું રહસ્ય…

આજે અમે તમને હોલીવૂડની એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે ભારતીય હતી તેમ છતાં તેણે આખી જિંદગી આ વાત છુપાવી રાખી હતી. અમે વાત કરી રહ્યા છે હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી મર્લે ઓબેરોન વિશે…

તમારામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે મર્લે ઓબેરોન 30ના દાયકામાં ઓસ્કારમાં નામાંકિત થનારી ભારતીય મૂળની એક અન્ય અભિનેત્રી હતી. 1911માં મુંબઈમાં જન્મેલી મર્લે ઓબેરોન તેના જન્મના 17 વર્ષ પછી 1928માં ઈંગ્લેન્ડ ગઈ હતી. ત્યાં તેને ફિલ્મ નિર્માતા એલેક્ઝાન્ડર કોર્ડાની ફિલ્મ ‘ધ પ્રાઈવેટ લાઈફ ઓફ હેનરી 8’માં મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી. બાદમાં કોર્ડા અને તેણે પણ લગ્ન કરી લીધા.

મર્લેનું અસલી નામ એસ્ટલી થોમ્પસન હતું, જે ફિલ્મ નિર્દેશક એલેક્ઝાન્ડરે તેને ફિલ્મમાં કાસ્ટ કરતી વખતે બદલી નાખ્યું હતું. અને જોતા જ એસ્ટલી સિનેમા જગતમાં મર્લેના નામથી પ્રખ્યાત થઈ ગઈ. જો તે સમયની બાબતો પર નજર કરીએ તો હોલીવુડની ફિલ્મમાં કામ કરતા પહેલા મર્લેએ કોલકાતાની એક ડ્રામેટિક સોસાયટીમાં કામ કર્યું હતું.

તેનો જન્મ 19 ફેબ્રુઆરી, 1911ના રોજ બ્રિટિશ ભારતમાં બોમ્બે (હાલના મુંબઈ)માં થયો હતો. તેના આખા જીવન દરમિયાન તેણે તેનો મિશ્ર વંશ છુપાવ્યો હતો અને એક વાર્તા પણ સંભળાવી હતી જેમાં તેમના જન્મસ્થળ તાસ્માનિયા, ઓસ્ટ્રેલિયા હોવાનો દાવો કર્યો હતો. જો કે, તેના મૃત્યુ પછી આવી વાર્તાને ફગાવી દેવામાં આવી હતી. મયુખ સેન તેના જીવનચરિત્ર પર કામ કરી રહ્યા છે. મર્લે ને એ વાતનો ડર હતો કે કદાચ લોકોને તેના જીવન વિશે ખબર પડશે તો તેને હોલીવુડમાં કામ નહીં મળે. તેથી તેણે ભારતીય હોવાની વાત છુપાવી રાખી હતી.

તેણે પોતાની ઓળખ છુપાવવા માટે અનેક પ્રયાસ કર્યા હતા. તે બ્રિટિશ દેખાય તે માટે ઘણાં બ્યુટી પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરતી હતી. ઉપરાંત તેણે પોતાની બોલવાની સ્ટાઈલ પણ બદલી કાઢી હતું. 1939માં આવેલી વુથરિંગ હાઈટ્સના ફિલ્મથી તેને હોલીવુડમાં ઓળખ મળી હતી. 1935માં આવેલી ફિલ્મ ડાર્ક એન્જલ માટે તેને ઓસ્કાર માટે નોમીનેટ કરવામાં આવી હતી.